
ટીમ ઈન્ડિયાની મેચ કરાઈ રદ, ભારે વરસાદને કારણે લેવાયો આ નિર્ણય
એશિયન ગેમ્સમાં પ્રથમ વખત રમી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ગુરુવારે ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરનાર ભારતીય ટીમ હવે સીધી સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. વરસાદ વિક્ષેપિત મેચમાં ભારતે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. જવાબમાં મલેશિયાની ઈનિંગમાં માત્ર બે બોલ જ ફેંકાઈ શક્યા અને ત્યાર બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો. જે બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેના ઉચ્ચ રેન્કિંગને કારણે સીધી સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત પ્રથમ વખત એશિયન ગેમ્સ ક્રિકેટ મેચની સેમિફાઇનલમાં પહોંચ્યું છે. મેચની વાત કરીએ તો, મલેશિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે શેફાલી વર્માની અડધી સદી અને જેમિમાહ રોડ્રિગ્સ અને રિચા ઘોષની તોફાની ઇનિંગ્સના આધારે 15 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 173 રન બનાવ્યા હતા. 174 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મલેશિયાની ઇનિંગ્સમાં માત્ર 2 બોલ જ ફેંકી શકી અને ત્યારબાદ વરસાદ શરૂ થયો. આ મેચ હેંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ફિલ્ડમાં યોજાઈ હતી.
ભારતીય ટીમ પ્લેઇંગ 11
સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, કનિકા આહુજા, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, મિનુ મણિ, રાજેશ્વરી ગાયકવાડ.
મલેશિયાની પ્લેઈંગ 11:
વિનફ્રેડ દુરાઈસિંગમ (કેપ્ટન), અના હમીઝાહ, માસ અલિસા, વાન જુલિયા (ડબલ્યુકે), માહિરાહ ઈજાતી, અના નજવા, વાન નૂર ઝુલાઈકા, નૂર અરિયાના નટસ્યા, એલિસા ઈલિસા, નૂર દાનિયા સુહાદા, નિક નૂર અટિલા.
Tags india mahila team match Rakhewal