વર્લ્ડકપ ફાઈનલમાં હાર છતાં ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાનમાં જયજયકાર

Sports
Sports

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમે જે રીતે વર્લ્ડકપ ૨૦૨૩ની ફાઇનલમાં પ્રવેશ કર્યો તેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી હતી. પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમ ભારતીય ક્રિકેટનો ફેન બની ગયો છે. અલબત્ત, વર્લ્ડકપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હોવા છતાં અકરમે ભારતીય ક્રિકેટના વખાણ કર્યા અને કહ્યું કે પડોશી દેશનું ક્રિકેટ સારી સ્થિતિમાં છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ૬ વિકેટે જીત મેળવીને ભારતનું વર્લ્ડકપ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. વસીમ અકરમે કહ્યું, ‘સ્વાભાવિક છે કે તેઓ (ભારતીય ટીમ) ફાઇનલમાં હારીને તૂટી ગઈ હશે

પરંતુ ક્રિકેટમાં આવી ઘટનાઓ બનતી રહે છે. ભારતનો દિવસ ખરાબ હતો અને કમનસીબે તે ફાઇનલમાં થયું. તમે તેમનું માળખું, ખેલાડીઓ માટેના પૈસા, સ્માર્ટ શિડયૂલ અને બેકઅપ પ્રતિભા જુઓ અને તેમને ફક્ત તે રીતે ચાલુ રાખવાની જરૂર છે. તેનું ક્રિકેટ ખૂબ જ સારી સ્થિતિમાં છે. અકરમે કહ્યું કે ભૂતપૂર્વ ખેલાડી હોવાને કારણે તે જાણે છે કે નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માનસિક રીતે કેટલા મજબૂત હોય છે. તેણે કહ્યું, ‘જ્યારે અમે ૧૯૯૯ વર્લ્ડકપ ફાઇનલમાં તેમની સાથે રમ્યા ત્યારે હું કેપ્ટન હતો. અમે લીગ સ્ટેજમાં તેમને હરાવ્યા હતા પરંતુ ફાઇનલમાં તેઓ ગઈકાલની જેમ અમદાવાદમાં અલગ ટીમ હતી.

ભારતીય ટીમ ચોથી વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય ખેલાડીઓ મોટી મેચનું પ્રેશર સહન ન કરી શકયા અને ફાઈનલ સરળતાથી હારી ગયા. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે અજેય રહીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ સતત ૧૦ મેચ જીતી હતી. ફાઈનલ પહેલા તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં હતા. વિરાટ કોહલીએ ૧૧ મેચમાં સૌથી વધુ ૭૬૫ રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ શમીએ ૭ મેચમાં ૨૪ વિકેટ ઝડપી હતી. કોહલીને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમ ટાઈટલ મેચમાં ૨૪૦ રનમાં તુટી પડી હતી. ટ્રેવિસ હેડની સદી અને માર્નસ લાબુશેનની અણનમ અડધી સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડકપ જીત્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.