ટી-20 વિશ્વકપની વોર્મઅપ મેચનો કાર્યક્રમ જાહેર થયો

Sports
Sports

આઇપીએલ 14 પછી ગણતરીના દિવસોમાં જ ક્રિકેટ વિશ્વકપ શરૂ થવા જય રહ્યો છે. જેની ક્વોલિફાઇંગ મેચમાં 8 ટીમ વચ્ચે આગામી 17 થી 22 ઓક્ટોબર સુધી રમશે. પરંતુ તેની પહેલા તમામ ટીમ વોર્મઅપ મેચ રમવા મેદાનમાં ઉતરતી જોવા મળશે. જેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં ટોપ-8 ટીમ પહેલા સુપર-12માં ક્વોલિફાઈ કરી ચૂકી છે. ત્યારે આ સમય દરમિયાન તેઓ પ્રેક્ટિસ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. જે વોર્મઅપ મેચ 2 દિવસ એટલે કે 18 અને 20 ઓક્ટોબર વચ્ચે જ રમાડવામાં આવશે. જેમાં પ્રત્યેક દિવસે 4-4 મેચ રમાશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા,ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચ રમશે. સુપર-12માં પાકિસ્તાની ટીમ વેસ્ટઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે મેચ રમશે, ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની વોર્મઅપ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે.
આ સિવાય ઇંગ્લેન્ડની ટીમ પણ ન્યૂઝીલેન્ડ સામે વોર્મઅપ મેચ રમીને વર્ષ 2019 વિશ્વકપની યાદોને વાગોળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.