ટી-20 વિશ્વકપના ગ્રુપોનું આજે એલાન કરવામાં આવી શકે

Sports
Sports

યુએઈ અને ઓમાનમાં રમાનારા ટી-20 વિશ્વકપના ગ્રુપોનું એલાન આજે કરવામાં આવી શકે છે.જેમાં આજે ઓમાનમાં આઈસીસીનો એક કાર્યક્રમ યોજાવાનો છે જેમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગૂલી પણ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમ દરમિયાન ગ્રુપની જાહેરાત કરવામાં આવી શકે છે.ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ આગામી 17 ઓક્ટોબરથી થવાનો છે અને ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 14 નવેમ્બરે રમાશે. ટી-20 વિશ્વકપનો કાર્યક્રમ એકાદ-બે સપ્તાહમાં જાહેર થઈ શકે છે.ભારતમાં કોરોનાને લઈ ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપને યુએઈમાં સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો હતો.યુએઈ અને ઓમાનના ચાર મેદાનો પર આ ટૂર્નામેન્ટની તમામ મેચ રમાશે જેમાં દુબઈનું દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ,અબુધાબીનું શેખ જાયદ સ્ટેડિયમ,શારજાહ સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે.ટી-20 વિશ્વકપ માટે 8 ટીમો પહેલાંથી જ ક્વોલિફાય થઈ ચૂકી છે.જ્યારે 8 ટીમ વચ્ચે રમાનારા ક્વોલિફાયર મેચના પરિણામ બાદ અન્ય ચાર ટીમો પણ ટી-20 વર્લ્ડકપનો હિસ્સો બનશે.આ વખતે શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી ટીમો ડાયરેક્ટ વિશ્વકપમાં જગ્યા બનાવી શકી નથી અને તે આયર્લેન્ડ,નેધરલેન્ડ,સ્કોટલેન્ડ,નામિબિયા,ઓમાનની ટીમ સાથે ક્વોલિફાયર મુકાબલાઓમાં ભાગ લેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.