ટી૨૦ વર્લ્ડ કપ ૧૮ ઓક્ટોબરથી શરૂ થઇ શકે…!

Sports
Sports 12

ન્યુ દિલ્હી,
બીસીસીઆઈ આઈપીએલ ૨૦૨૧ની ફાઇનલ મેચ ૧૫ ઓક્ટોબરના રોજ કરાવવા માંગે છે. મેચની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી થશે. બોર્ડ લાંબી વિન્ડો બનાવવા માંગે છે. જેમાં ઓછી ડબલ હેડર રમાડવી પડે. પણ રિપોર્ટનું માનીએ તો બોર્ડને આઈસીસી પાસેથી તેની પરવાનગી નહીં મળે.
૧૮ ઓક્ટોબરથી ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થઇ શકે છે. તેના કારણે આઈસીસી ૧૦ ઓક્ટોબર બાદ આઈપીએલની મેચ કરાવવાની પરવાનગી નહીં આપે. આ કેસ સાથે જાેડાયેલ એક અધિકારીએ કહ્યું, ‘ટી૨૦ વર્લ્ડ કપ ૧૮ ઓક્ટોબરથી શરૂ થઇ શકે છે.
આઈપીએલ ૧૫ ઓક્ટોબર સુધી કઇ રીતે ચાલી શકે છે.? આઈસીસી આ પ્રકારની પરવાનગી નહીં આપે. તેની સાથે જ વર્લ્ડ કપમાં રમનારી ટીમો પોતાના ખેલાડીઓને ૧૫ ઓક્ટોબર સુધી આઈપીએલમાં રમવાની પરવાનગી કેમ આપશે.’
આઈસીસીની કોઇ પણ ટુર્નામેન્ટથી પહેલા ઓછામાં ઓછા ૭ થી ૧૦ દિવસ પહેલા કોઇ પણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં નથી આવતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.