ટી-20 વિશ્વકપમાં આજે આયરલેન્ડ વિ.નેધરલેન્ડ અને શ્રીલંકા વિ.નામિબીયા રમશે

Sports
Sports

ટી-20 વિશ્વકપમાં આવતીકાલે આયરલેન્ડનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. જ્યારે શ્રીલંકાની ટીમ નામિબીયા સામે ટકરાશે. ત્યારે શનાકાની આગેવાનીમાં શ્રીલંકાની ટીમને વિજયી શુભારંભની આશા છે. જ્યારે નેધરલેન્ડ સામેની મેચમાં આયરલેન્ડની ટીમ જીતવા માટે ફેવરિટ મનાય છે. અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં બંને મેચો રમાશે. જેમાં આયરલેન્ડ-નેધરલેન્ડની મેચ બપોરે ૩.૩૦થી શરૂ થશે. જ્યારે સાંજે 7:30થી શ્રીલંકા અને નામિબીયા વચ્ચેનો જંગ શરૂ થશે. જ્યારે આયરલેન્ડની ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનાથી હાયર રેન્કની ટીમોને હરાવીને સનસનાટી મચાવી છે. પરંતુ નેધરલેન્ડ સામેનો તેનો રેકોર્ડ નિરાશાજનક રહ્યો છે. જેમાં બંને દેશો વચ્ચે રમાયેલી 12માંથી 7 મેચ નેધરલેન્ડ જીત્યું છે. જેમાં આયરલેન્ડનો મદાર કેવિન ઓ’બ્રાયન પર રહેશે. ટીમના કેપ્ટન તરીકે ગેરી વિલ્સન છે. બોયડ રેન્કિંન અને પોલ સ્ટિર્લિંગ પણ ટીમમાં છે. જ્યારે નેધરલેન્ડનો કેપ્ટન પીટર સીલાર છે. ટીમના સ્ટાર્સમાં રાયન ટેન ડોસ્ચેટ,બેન કૂપર અને રોલ્ફ વાન ડેર મેર્વે સ્થાન ધરાવે છે. જ્યારે ટી-20 વિશ્વકપમાં ભૂતપૂર્વ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ સુપર-12ના ક્વોલિફાયરમાં નામિબીયા સામે જીતવા માટે ફેવરિટ છે. જેમાં શનાકાની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમનો મદાર અસાલન્કાની સાથે આવિષ્કા ફર્નાન્ડો,કામિન્દુ મેન્ડિસ અને કરૂણારત્ને પર રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.