ટી-20માં કોહલી અને વિલિયમ્સનની કેપ્ટન તરીકે 11-11 અડધી સદીનો રેકોર્ડ

Sports
Sports

વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ મેચમાં સળંગ બે અડદી સદી ફટકારતા કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સનના રેકોર્ડેની બરોબરી કરી છે.જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સનની ટી-20ની ૪૯ ઇનિંગ્સમાં ૧૧ અડધી સદી છે જ્યારે કોહલીની કેપ્ટન તરીકે ૪૧ ઇનિંગ્સમાં ૧૧ અડધી સદી છે.આ સાથે કોહલીએ ટી-૨૦માં કેપ્ટન તરીકે ૧,૪૨૧ રન કરી વિલિયમ્સનના ૧૩૮૩ રનના રેકોર્ડને તોડયો છે.ત્યારે હવે કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ ૧૪૬૨ રનનો રેકોર્ડ ધરાવતા ઓસ્ટ્રેલિયાના ફિન્ચના રેકોર્ડને પણ તોડે તેવી સંભાવના છે.

આમ કોહલીએ ટી-૨૦માં ત્રણ હજાર રન પૂરા કરનારા સૌપ્રથમ ખેલાડી બનવાની સિદ્ધિ મેળવી હતી.જેમાં કોહલી ૮૮ ટી-૨૦માં ૩૦૭૮ રન બનાવી ચૂક્યો છે.આ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે સળંગ બે ટી-૨૦માં શાનદાર દેખાવના પગલે કોહલી આઇ.સી.સી ટી-૨૦ રેન્કિંગમાં પાંચમાં ક્રમે પહોંચી ગયો છે.જ્યારે ઇંગ્લેન્ડના ઓપનર બટલરે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.કોહલી વર્તમાનમાં વન-ડેમાં નંબર વન પર છે.આમ તે વર્તમાનમાં ત્રણેય ફોર્મેટમાં ટોપ-ફાઇવની અંદર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.