
સ્વિસ ઓપનમાં શ્રીકાંતનો પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ થયો
ભારતના ભૂતપૂર્વ બેડમિંટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે સ્વિસ ઓપન બેડમિંટન ચેમ્પિયનશિપમાં વિજયી શુભારંભ કર્યો હતો.જેમાં શ્રીકાંતે પ્રથમ રાઉન્ડમાં ચીનના વેંગ હોંગ યાંગને હરાવીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.લક્ષ્ય સેન સ્વિસ ઓપનમાં આઠમા ક્રમાંકિત ખેલાડી તરીકે ઉતર્યો હતો ત્યારે તેને હોંગકોંગના ખેલાડી ચેઉક યીઉ લી સામે હારનો સામનો કરવો પડયો હતો.આમ શ્રીકાંતે 1 કલાક અને 10 મિનિટના સંઘર્ષ બાદ જીત હાંસલ કરતાં પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.ત્યારે તે આગામી સમયમાં થાઈલેન્ડના સિટહિકોમ થામ્માસીન સામે રમશે.આ સિવાય ભારતના એમ.મંજુનાથે નેધરલેન્ડના ક્વીકેલને મહાત આપી પ્રિ-ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો હતો.જ્યારે બીજીતરફ માલવિકા બાંસોદ વિમેન્સ સિંગલ્સમાં પ્રથમ મેચમાં સાઉથ કોરિયાની કીમ સામે હારીને બહાર ફેંકાઈ ગઈ હતી.ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડીની જોડીએ પ્રથમ રાઉન્ડમાં મલેશિયાના બૂન અને વોંગને હરાવ્યા હતા.