સુર્યકુમાર યાદવ આઈ.સી.સી ટી20 રેન્કિંગમાં બીજા ક્રમે આવ્યો

Sports
Sports

ભારતીય ખેલાડી સુર્યકુમાર યાદવ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20માં સારા ફોર્મમાં છે.ત્યારે સુર્યકુમાર યાદવે ત્રીજી ટી20માં 76 રન ફટકારતાં ભારતે મેચ જીતી હતી તેમજ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી.આ ઈનિંગની મદદથી સુર્યકુમારના રેન્કિંગમાં પણ સુધારો થયો હતો.આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં સુર્યકુમાર ત્રણ સ્થાન આગળ વધીને બીજા ક્રમે પહોંચ્યો હતો.ત્યારે તેના કુલ 816 રેટિંગ પોઈન્ટ થયા છે અને ટોચના ક્રમે રહેલા પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમ અને તેની વચ્ચે બે પોઈન્ટનું અંતર જોવા મળે છે.વેસ્ટ ઈન્ડિઝના બેટર બ્રાન્ડ કિંગ 27માં ક્રમે, ઈંગ્લેન્ડના જોની બેરસ્ટો 31માં ક્રમે અને દક્ષિણ આફ્રિકાના રિલી રોસ્સોવ સંયુક્ત 37માં ક્રમેના રેન્કિંગમા સુધારો નોંધાયો હતો.આ સિવાય હેનરિચ ક્લાસેન અને ભારતીય વિકેટકીપર રિશભ પંતે પણ રેન્કિંગમાં આગેકૂચ કરી હતી. દક્ષિણ આફ્રિકાના સ્પિનર તબરેઝ શામ્સીએ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં આઠ વિકેટ ઝડપતાં ટી20 બોલર્સ રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચ્યો હતો.તાજેતરમાં ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવૂડ 792 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે.વિન્ડિઝનો સ્પિનર અકીલ હુસૈન ત્રણ સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા ક્રમે,ઈંગ્લેન્ડનો ક્રિસ જોર્ડન એક ક્રમ વધીને 16માં ક્રમે,ન્યૂઝીલેન્ડનો સ્પિનર મિચેલ સેન્ટનર ત્રણ સ્થાન વધીને 17માં ક્રમે અને ઈશ સોઢી બે ક્રમ વધીને 19માં ક્રમે રહ્યો હતો. આ દરમિયાન વન-ડે રેન્કિંગમા શિખર ધવન 12માં ક્રમે રહ્યો હતો.જ્યારે શાર્દુલ ઠાકુર 72માં ક્રમે રહ્યો હતો.વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન નિકોલસ પુરન 30માં ક્રમે હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.