સુર્યકુમાર યાદવ આઈસીસી ટી૨૦ રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચ્યો

Sports
Sports

નવીદિલ્હી, ભારતના બેટ્‌સમેન સુર્યકુમાર યાદવ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી૨૦ શ્રેમીમાં શાનદાર ફોર્મમાં જણાય છે. સુર્યકુમાર યાદવે મંગળવારે ત્રીજી ટી૨૦માં ૪૪ બોલમાં તોફાની ૭૬ રન ફટકારતાં ભારતે મેચ જીતી હતી તેમજ શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી હતી. આ ઈનિંગની મદદથી સુર્યકુમારના રેન્કિંગમાં પણ સુધારો થયો હતો. આઈસીસી દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં સુર્યકુમાર ત્રણ સ્થાન આગળ વધીને બીજા ક્રમે પહોંચ્યો હતો.

તેના કુલ ૮૧૬ રેટિંગ પોઈન્ટ થયા છે અને ટોચના ક્રમે રહેલા પાકિસ્તાનના બેટ્‌સમેન બાબર આઝમ અને તેની વચ્ચે બે પોઈન્ટનું અંતર છે. દક્ષિણ આફ્રિકાના બેટ્‌સમેન રીઝા હેન્ડ્રિક્સે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચમાં લાગલગાટ અડધી સદી ફટકાારતા તે ૧૬ સ્થાન આગળ વધીને ૧૫માં ક્રમે પહોંચ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના બેટર બ્રાન્ડ કિંગ (૨૯ સ્થાન વધીને ૨૭માં ક્રમે), ઈંગ્લેન્ડના જાેની બેરસ્ટો (૧૩ સ્થાન વધીને ૩૧માં ક્રમે) અને દક્ષિણ આફ્રિકાના રિલી રોસ્સોવ (સંયુક્ત ૩૭માં ક્રમે)ના રેન્કિંગમાં પણ ઉલ્લેખનીય સુધારો નોંધાયો હતો. હેનરિચ ક્લાસેન તથા ભારતીય વિકેટકીપર રિશભ પંતે પણ રેન્કિંગમાં આગેકૂચ કરી હતી.

દક્ષિણ આફ્રિકાના સ્પિનર તબરેઝ શામ્સીએ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં આઠ વિકેટ ઝડપતાં ટી૨૦ બોલર્સ રેન્કિંગમાં તે બીજા ક્રમે પહોંચ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની શાનદાર દેખાવ બદલ તેને ૧૯ રેન્કિંગ પોઈન્ટ્‌સનો ફાયદો થયો હતો. અગાઉ શામ્સી ગત વર્ષે એપ્રિલથી ઓક્ટોબરમાં મોખરાનો બોલર રહ્યો હતો. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાનો જાેશ હેઝલવૂડ ૭૯૨ રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. શામ્સી હેઝલવૂડ કરતા ૬૪ રેટિંગ પોઈન્ટ પાછળ છે.

વિન્ડિઝનો સ્પિનર અકીલ હુસૈન ત્રણ સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા ક્રમે, ઈંગ્લેન્ડનો ક્રિસ જાેર્ડન એક ક્રમ વધીને ૧૬માં ક્રમે, ન્યૂઝીલેન્ડનો સ્પિનર મિચેલ સેન્ટનર ત્રણ સ્થાન વધીને ૧૭માં ક્રમે અને ઈશ સોઢી બે ક્રમ વધીને ૧૯માં ક્રમે રહ્યો હતો. દરમિયાન વન-ડે રેન્કિંગમાં ભારતનો ઓપનર શિખર ધવન એક સ્થાન આગળ વધીને ૧૨માં ક્રમે રહ્યો હતો. ભારતનો ડાબોડી સ્પિનર ૧૬માં ક્રમે અને શાર્દુલ ઠાકુર ૭૨માં ક્રમે રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન નિકોલસ પુરન બે સ્થાન વધીને ૩૦માં ક્રમે હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.