સુરેશ રૈનાએ વર્લ્ડ કપ ૨૦૧૧ને લઈ આપ્યું નિવેદન, કહ્યું- ભારત ગ્રેગ ચેપલના લીધે જીત્યું

Sports
Sports 11

ન્યુ દિલ્હી,
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સુરેશ રૈનાએ દરેક લોકોને હેરાન કરી દીધા જ્યારે તેમણે કહ્યું કે ભારતે ૨૦૧૧નો વર્લ્ડ કપ ગ્રેગ ચેપલના લીધે જીત્યો હતો. આપને જણાવી દઇએ કે ગ્રેગ ચેપલ ૨૦૦૫થી ૨૦૦૭ સુધી ટીમ ઇન્ડિયાના કોચ રહી ચૂકયા છે, તેમને સૌરવ ગાંગુલીની સાથે થયેલા વિવાદોના લીધે ઓળખાય છે.
વર્લ્ડ કપ ૨૦૦૭માં ભારતના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થયા બાદ ગ્રેગ ચેપલને કોચ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. સુરેશ રૈનાએ પોતાના પુસ્તકમાં કહ્યું, ભારતીય ટીમે ગ્રેગ ચેપલના લીધે મોટા-મોટા ટોટલ ચેજ કરવાનું શીખ્યું અને ટીમ ઇન્ડિયાએ મેચ જીતવાનું શીખ્યું.
સુરેશ રૈનાએ પોતાના પુસ્તકમાં કહ્યું, ગ્રેગ ચેપલે ટીમ ઇન્ડિયા પર જે મહેનત કરી તેના લીધે ભારત ૨૦૧૧નું વર્લ્ડ કપ જીતવામાં સફળ થયું. સુરેશ રૈનાએ કહ્યું કે મારા મતે ગ્રેગ ચેપલને ભારતીય ટીમના ખેલાડીઓની દશા બદલવા માટે વધુમાં વધુ શ્રેય આપવો જાેઇએ. મેં ગ્રેગ ચેપલ પાસેથી ઘણું બધું શીખ્યું છે.
સુરેશ રૈનાએ કહ્યું, જાે તેમની સાથે જાેડાયેલા વિવાદને અલગ કરીને વિચારીએ તો તેમને ટીમ ઇન્ડિયાને મોટા-મોટા ટોલ ચેઝ કરવાનું શીખવાડ્યું અને જીતતા પણ. સુરેશ રૈના સિવાય એમએસ ધોની, યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજ ખેલાડી ગ્રેગ ચેપલના કોચિંગમાં રમી ચૂકયા છે.
સુરેશ રૈનાએ કહ્યું, ગ્રેગ ચેપલ જ્યારે કોચ હતા ત્યારે અમે સારું રમતા હતા, પરંતુ મને યાદ છે કે તેમણે રન ચેજને લઇ કેટલીય વખત મીટિંગ કરી હતી. તેનો શ્રેય ગ્રેગ ચેપલ અને રાહુલ દ્રવિડ બંનેને જવો જાેઇએ. આ દરમ્યાન મને, યુવરાજ સિંહ અને એમએસ ધોનીનો બેટિંગ ક્રમ નક્કી કરેલો હતો અને અમે આ દરમ્યાન લક્ષ્યનો પીછો કરવાનું અને જીતવાનું દબાણ શીખ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.