ટેસ્ટ સિરીઝ પહેલા દ.આફ્રિકાએ પ્રોમો રિલિઝ કર્યો

Sports
Sports

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ઈન્ડિયા સામે મેચ પહેલા એક ખાસ પ્રોમો રિલિઝ કર્યો છે. આ એક મિનિટની વીડિયો ક્લિપમાં સાઉથ આફ્રિકા ક્રિકેટે મહાત્મા ગાંધીથી લઈ મધર ટેરેસાનો પણ ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ સિરીઝને શરૂ થવામાં 2 દિવસનો સમય બાકી છે ત્યારે બંને ટીમ નેટ સેશનમાં પોતાનું બેસ્ટ આપી રહી છે. આ ટૂરમાં ઈન્ડિયન ટીમ 3 ટેસ્ટ અને 3 વનડે મેચ રમવાની છે. જેની પહેલી મેચ 26 ડિસેમ્બરે સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે.

દક્ષિણ આફ્રિકા અને ઈન્ડિયા વચ્ચે રમાયેલી મેચની એક ક્લિપ એડ કરી છે. જેમાં એક રન લેવા જતા ઈન્ડિયન બેટર રનઆઉટ થતો નજરે પડી રહ્યો છે. ત્યારપછી આ 1 મિનિટના વીડિયોમાં ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના સંબંધોની ખાસ ક્લિપ પણ શેર કરી છે. વિરાટ કોહલીની વિસ્ફોટક ઈનિંગથી લઈ પ્રેસ કોન્ફરન્સમાં તેના મેચ વિનિંગ એટિટ્યૂડને દર્શાવી દક્ષિણ આફ્રિકા ક્રિકેટે જૂની યાદોને ફરીથી તાજી કરી દીધી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.