સાઉથ આફ્રિકાએ ભારત સામેની વન ડે શ્રેણી માટે બવુમાની આગેવાની હેઠળની ૧૭ સભ્યોની વન ડે ટીમની જાહેરાત

Sports
Sports

ભારત સામેની વન ડે શ્રેણી પણ ગુમાવશે. તેના સ્થાને યુવા ફાસ્ટ બોલર માર્ક જેન્સનને તક આપવામાં આવી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન ડે શ્રેણી ૧૯મી જાન્યુઆરીથી શરૃ થશે. જે પછી ૨૧મી અને ૨૩મી જાન્યુઆરીએ અનુક્રમે બીજી અને ત્રીજી વન ડે રમાશે.

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા ડી કૉકને વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બવુમાના ડેપ્યુટી તરીકે કેશવ મહારાજને પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે પારનેલ, મગાલા અને હમ્ઝાએ પણ ટીમાં સ્થાન જાળવ્યું છે. સાઉથ આફ્રિકા ઘરઆંગણે નેધરલેન્ડ સામે વન ડે શ્રેણી રમવાનું હતુ. જોકે ઓમીક્રોનના પગલે નેધરલેન્ડની ટીમ શ્રેણી અધુરી છોડીને સ્વદેશ પરત ફરી હતી.

સાઉથ આફ્રિકાની વન ડે ટીમ : બવુમા (કેપ્ટન), મહારાજ (વાઈસ કેપ્ટન),  ડીકૉક, હમ્ઝા, જેન્સન, મલાન, મગાલા, માર્કરામ, મીલર, એનગિડી, પારનેલ, ફેહલુકવાયો, પ્રેટોરિઅસ, રબાડા, શમ્સી, વાન ડેર ડુસેન, વારેયને.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.