સૌરવ ગાંગુલીના મોટા ભાઈ અને ભાભી થયા કોરોનાગ્રસ્ત

Sports
Sports

નવી દિલ્હી,
કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં કોહરામ મચાવ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના વાયરસે દેશની કેટલીક જાણીતી હસ્તીઓને પણ ચપેટમાં લીધી છે. ત્યારે હવે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારમાં આ રોગચાળો પહોંચી ચૂક્્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશીષ ગાંગુલી કોવિડ ૧૯ પોઝિટિવ આવ્યા છે. એટલું જ નહીં સ્નેહાશીષની પત્ની પણ આ મહામારીના ચપેટમાં છે. અત્યાર સુધી પરિવારના કોઈ પણ સભ્ય તરફથી આ અંગે કોઈ પુષ્ટ કરવામાં આવી નથી. રિપોર્ટ પ્રમાણે આ પહેલા ગત સપ્તાહે સ્નેહાશીષના સાસુ અને સસરાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. એક ખાનગી મીડિયાના વરિષ્ઠ અધિકારીના હવાલાથી લખ્યું કે ચારે લોકોએ સ્વાસ્થ્ય ખરાબ થવાની ફરિયાદ કરી હતી અને કોવિડ ૧૯ ટેસ્ટ કરાવ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. હવે તેઓ ખાનગી ન‹સગ હોમમાં શિફ્ટ થયા છે. જા કે, સૌરવ ગાંગુલી તેમના સંપર્કમાં આવ્યા હતા કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ સૌરવ ગાંગુલી અને તેમનો પરિવાર સંપૂર્ણ સાવચેતી રાખી રહ્યો છે. સ્નેહાશીષ હાલ બંગાળ ક્રિકેટ સંઘ(કેબ)ના સંયુક્ત સચિવ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.