
ડેલ સ્ટેનની હેર સ્ટાઇલ પર સિમોન ડૂલે કોમેન્ટ કરતાં મામલો બિચકાયો
કરાચી,
દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેનએ પાકિસ્તાન સુપર લીગ-૨૦૨૧ની એક મેચ દરમિયાન પોતાની હેરસ્ટાઇલ પરની કમેન્ટ બાબતે કમેંટેટરર્સ પર નિશાન સાધ્યું છે. સ્ટેને કમેંટેટરર્સ પર કટાક્ષ કરતાં સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેમણે તેમના કામ પર ધ્યાન આપવું જાેઈએ.
ડેલ સ્ટેન ન્યૂઝીલેન્ડના કમેંટેટર સિમોન ડૂલની કમેન્ટ પર ચીઢાયો હતો, જેમણે તેના લાંબા વાળ પર કમેન્ટ કરી હતી. જણાવી દઈએ કે આ વખતે પાકિસ્તાન સુપર લીગમાં રમી રહેલ ડેલ સ્ટેનનો નવો લુક ખૂબ જ ચર્ચામાં છે. ડેલ સ્ટેન પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમે છે.
આ ઘટના ક્વેટા ગ્લેડિએટર્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેની પીએસએલ મેચ દરમિયાન બની છે, જ્યારે ન્યૂઝીલેન્ડના કમેંટેટર સિમોન ડુલે ‘ડેલ સ્ટેનના લાંબા વાળ પર કમેંન્ટ કરી હતી અને તેને’ જીવનની તકલીફ ‘ગણાવી હતી. જ્યારે તેના સાથી કમેંટેટરે તેને ‘લોકડાઉન હેરસ્ટાઇલ’ જણાવી હતી .
ડેલ સ્ટેઈનના લાંબા વાળ પર ન્યુઝીલેન્ડના કમેંટેટરે સાઈમન ડૂલની આ કમેંન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના આ ફાસ્ટ બોલર સાઈમન ડૂલ પર નિશાન સાધ્યું હતું.
ડેલ સ્ટેને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, ‘જાે તમારું કામ રમત વિશે વાત કરવાનું છે, તો તે કરો, પરંતુ જાે તમે કોઈના વજન, સેક્સુઅલ ઈંટરેસ્ટ, લાઈફ સ્ટાઈલ અને હેરસ્ટાઇલ વિશે પણ કમેંન્ટ કરો છો તો મારી પાસે તમારી વાતો માટે એક વ્યક્તિ તરીકે સમય નથી. મારે બસ આટલું જ કહેવું છે.