
શૂટિંગ વિશ્વકપમાં ભારતના સરબજોત સિંઘને મેન્સ એર પિસ્તોલમાં ગોલ્ડમેડલ મળ્યો
ભારતના સરબજ્યોત સિંઘે ઘરઆંગણે શરૂ થયેલી આઇએસએસએફ શૂટિંગ વિશ્વકપમાં ગોલ્ડમેડલ જીતી લીધો હતો,જ્યારે મેન્સ એર પિસ્તોલ ઈવેન્ટમાં સરબજોત સિંઘની સાથે ભારતને બીજો મેડલ વરૂણ તોમરે બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.આમ ભોપાલમાં પિસ્તોલ-રાઈફલ શૂટિંગ વિશ્વકપ શરૂ થયો હતો.ત્યારે વર્ષ 2021માં ટીમ અને મિક્સ ટીમમાં જુનિયર વિશ્વ વિજેતા રહી ચૂકેલા સરબજોતે ગોલ્ડમેડલના મુકાબલામાં સારો દેખાવ કરતાં અઝરબૈજાનના રૂસ્લાન લુનેવને 16-૦થી હરાવ્યો હતો,જ્યારે ક્વોલિફાઈંગમાં આઠમા ક્રમે રહેલા ભારતના વરૂણ તોમરે સારો દેખાવ કરતાં ફાઈનલના અંતે ત્રીજા ક્રમે રહ્યો હતો અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આ સિવાય ભારતનો ત્રીજો શૂટર સુમીત રહમાન હતો જે 13માં ક્રમે રહ્યો હતો.