શુભમન ગિલ, હાર્દિક પંડયા અને સુર્યકુમાર યાદવની એક જ કમજોરી, ભારત માટે સીરીઝ જીતવી મુશ્કિલ
ક્રિકેટ: જો બધાં ખેલાડીઓની નબળાઈ અલગ અલગ હોય તો વિરોધી ટીમ માટે કામ થોડું મુશ્કિલ બની જાય છે. પરંતું બધાંની નબળાઈ એક જ હોય તો રણનીતિ બનાવવાનું કામ એટલું જ સરળ બની જાય છે. એવું જ હાલ વેસ્ટ ઇન્ડીઝ માટે ભારત સામેની T201 સીરીઝમાં જોવા મળી રહ્યું છે. આ સીરીઝમાં રમી રહેલા ભારતીય ટોપ ઓર્ડરનાં મોટાભાગના બેટ્સમેનોની સમસ્યા એક જ છે. T201 માં હાલનાં દિવસોમાં ડાબા હાથના સ્પિનર્સ સામે જોવાં મળતો તેમનો સંઘર્ષ. પછી ભલે તે શુભમન ગિલ હોય, હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ કે પછી સંજુ સેમસન હોય. હવે જ્યારે ટીમના ચાર બેટ્સમેનની હેરાનીનું એક જ કારણ હોય તો પછી વેસ્ટ ઇન્ડીઝ કે પછી કોઈ પણ વિરોધી ટીમ માટે કામ તો સરળ જ હશે.
વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી T201માં ગિલ, પંડ્યા, સેમસન અને સુર્યકુમાર આ ચારેય મેદાનમાં હતાં. આ વાત અલગ છે કે આ ત્રણેયમાંથી ફકત ગિલ જ ડાબા હાથના સ્પિનર અકીલ હોસેનનો શિકાર બન્યો હતો. બાકીનાં બે બેટ્સમેનને હોલ્ડરે આઉટ કર્યા, જો કે સેમસન રન આઉટ થયો હતો. પરંતું, આનાથી તેની મૈન નબળાઈ છૂપાવી સકાતી નથી.
ડાબા હાથના સ્પિનરની સામે આ બધાં ભારતીય બેટ્સમેન હાલનાં દિવસોમાં મુશ્કેલીઓથી જજુમતા જોવાં મળ્યાં છે, તેને જરાક આ આંકડાઓથી સમજીએ. T201માં ડાબા હાથના સ્પિનરની સામે શુભમન ગીલનો સરેરાશ 11.5નો રહ્યો છે. ત્યાં જ તેનો સ્ટ્રાઈક રેટ 100 કરતાં પણ ઓછો હતો. એવી જ તુચ્છ બેટિંગ સ્ટ્રાઇક રેટ હાર્દિક પંડયાનો છે. તેણે ફક્ત 95.5નાં સ્ટ્રાઇક રેટથી ડાબા હાથના સ્પિનર સામે રન બનાવ્યાં છે. તેનો સરેરાશ 28.3નો છે. ડાબા હાથના સ્પિનરે T201માં ગીલને બે વખત અને પંડયાને 3 વખત આઉટ કાર્યો છે.
T201માં સુર્યકુમાર યાદવનો કરિયર સ્ટ્રાઇક રેટ 170 પ્લસનો છે. પરંતું ડાબા હાથના સ્પિનરની સામે નબળો જોવાં મળ્યો છે. તેણે લેફ્ટ આર્મ સ્પિનર્સ સામે ફક્ત 123.7નાં સ્ટ્રાઇક રેટથી સ્કોર બનાવ્યાં હતાં. તેનો સરેરાશ 47નો રહ્યો છે. જો કે, T201માં ડાબા હાથના સ્પિનર સામે આ સૌથી વઘુ ચાર વખત આઉટ થયો છે. બીજી તરફ સંજુ સેમસન હજું સુધી T201માં ડાબા હાથના સ્પિનરનો શિકાર બન્યો નથી પરંતું તેની સામે તેનો સ્ટ્રાઇક રેટ ફક્ત 50નો જ છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત પાંચ મેચોની T20 સીરીઝ રમી રહી છે. આ સીરીઝમાં તે 0-1 થી પાછળ રહી ગયું છે. અને T20 ટીમમાં શામેલ ભારતીય ખીલડીઓના જેવાં આંકડા લેફ્ટ આર્મ સ્પિનર્સ સામે છે, તેનાથી લાગે છે કે ભારત માટે સીરીઝ જીતવી સરળ નથી.