પોતાને આગામી હાફીઝ સઈદ કહેનારા યુઝર પર ઇરફાન પઠાણ બગડ્યો

Sports
Sports

નવી દિલ્હી,
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ તેના સૌમ્ય સ્વભાવ માટે જાણીતો છે પરંતુ એક યુઝર પર તેણે ભારે ગુસ્સો વ્યક્ત કર્યો છે કેમ કે તે યુઝરે ક્રિકેટર ઇરફાન પઠાણની સરખામણી પાકિસ્તાનના આતંકલાદી હાફીઝ સઈદ સાથે કરી હતી. ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ટ્‌વટરનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે. જેમાં એક આર્ટિકલ પર યુઝરે ઈરફાન પઠાણને લઈને અણછાજતી કોમેન્ટ કરી હતી. કૃતિકા હિન્દુ નામની ટવિટર યુઝરે લખ્યું હતું કે ઇરફાન પઠાણ પોતાની એ ઇચ્છા છુપાવી શકતો નથી કે તે આગામી હાફિઝ સઇદ બનવા માગે છે. જે જમાત ઉદ દાવા સંગઠનનો વડો છે.
આ અંગે ઇરફાન પઠાણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને લખ્યું છે કે કેટલાક લોકોની માનસિકતા જ આવી હોય છે આપણે ક્્યાં પહોંચી ગયા છીએ. શરમજનક નિરાશાજનક. જાકે ઋચા ચડ્ડા, વત્સલ સેઠ તથા અન્ય ક્રિકેટ ફેન્સે ઇરફાનને આ પ્રકારની કમેન્ટને નજરઅંદાજ કરવાની સલાહ આપી છે. કેટલાકે એમ લખ્યું છે કે આવા લોકોને મહત્વ આપવું જ જાઇએ નહીં કેમ કે તેને કારણે જ તેમને વેગ મળતો હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.