
પૃથ્વી શાૅમાં મને સેહવાગની ઝલક દેખાય છેઃ વસીમ જાફર
મુંબઇ,
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને ડોમેસ્ટિક ક્રિકેટના બેતાજ બાદશાહ વસિમ જાફરમાં ક્રિકેટની જેટલી સમજ છે તેટલી ભાગ્યે જ કોઈ ખેલાડીમાં હશે. તે ઓછું બોલે છે પરંતુ જ્યારે બોલે છે ત્યારે તેના શબ્દોમાં વજન હોય છે. જાફરે ભારતના યુવાન બેટ્સમેન પૃથ્વી શો અંગે અભિપ્રાય આપ્યો છે. જાફર કહે છે કે પૃથ્વી શો બહેતરીન બેટ્સમેન છે અને તેની કાબેલિયત અંગે કોઈ શંકા નથી. તે નૈસર્ગિક ખેલાડી છે અને તેનામાં તે તમામ લક્ષણો છે જેની આગામી વષોર્માં ભારતીય ક્રિકેટને જરૂર પડવાની છે. આમ છતાં આ યુવાન બેટ્સમેને કેટલીક બાબતોમાં હજી પણ મહેનત કરવાની જરૂર છે.
પૃથ્વી શોએ ૨૦૧૮માં તેની ટેસ્ટ કરિયરનો પ્રારંભ કયોર્ હતો અને એ જ મેચમાં તેણે શાનદાર સદી ફટકારી દીધી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામેની રાજકોટ ખાતેની ટેસ્ટ સાથે તેણે પદાર્પણ કયુँ અને સદી નોંધાવી દીધી હતી.
જાફરનું કહેવું છે કે જે અંદાઝમાં પૃથ્વી શો રમી રહ્યો છે તે જાેતાં તેનામાં વીરેન્દ્ર સેહવાગની ઝલક જાેવા મળે છે પરંતુ પૃથ્વીએ હજી ઘણી મહેનત કરવાની બાકી છે. જે રીતે તે બેટિંગ કરે છે તે પ્રભાવશાળી છે.તેના સ્ટ્રોક આક્રમક છે અને અદભૂત છે તેમાં શંકા નથી. તે સેહવાગની માફક બોલિંગ આક્રમણને સાવ સામાન્ય બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ તેણે હજી પણ આ ગેમને સારી રીતે સમજવાની જરૂર છે અને આમ થશે ત્યારે તે મહાન બેટ્સમેન બની જશે.