ખરાબ પ્રદર્શન કરી રહેલા શાહરૂખની ટીમ સામે સહેવાગ લાલઘુમ

Sports
Sports

મુંબઇ,
કોલકાતા નાઇટ રાઇડર્સનું આ વખતની આઇપીએલ ખુબજ ખરાબ પ્રદર્શન રહ્યુ છે. કોલકાતા નાઇટ રાઇડર્સે આ સિઝનમાં ૭માંથી ફક્ત ૨ મેચ જીત્યા છે. બે દિવસ પહેલા દિલ્હી કેપિટલ્સે (ડ્ઢઝ્ર) તેને પાંચમી વખત હારનો સ્વાદ ચખાડ્યો. દ્ભદ્ભઇના આ પ્રદર્શનથી પૂર્વ ભારતીય ઓપનર બેટ્‌સમેન વીરેન્દ્ર સહેવાગ ખુબ નારાજ છે. ખાસ કરીને ટીમની બેટીંગને લઇને તે વધારે નાખુશ છે.
સહેવાગે કહ્યુ કે બે વખત આઇપીએલ જીતનાર ટીમ જે રીતની બોલિંગ કરી રહી છે તે જાેતા કોઇ બોરીંગ ફિલ્મ ચાલતી હોય તેવુ લાગી રહ્યુ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થયેલા મેચને જાેતા સહેવાગ ઉકળી ઉઠ્યો હતો તેણે કહ્યુ કે મારા માટે આ વાત પચાવવી મુશ્કેલ છે. આટલુ ખરાબ પ્રદર્શન ચાલી રહ્યુ છે તો પણ દ્ભદ્ભઇ તેની બેટીંગના ક્રમમાં કોઇ ફેરફાર કરતુ નથી અને સતત હાર મેળવી રહ્યુ છે.
સહેવાગે આગળ કહ્યુ કે દ્ભદ્ભઇની કિસ્મત સારી છે કે પંજાબ કિંગ્સ વિરૂદ્ધ મેચમાં કેપ્ટન ઓયન મોર્ગને રન ખડકી દીધા. આ જ કારણે ટીમને જીત મળી, જાે કે દિલ્હી સામે ફરી એજ ભૂલો કરી મને લાગે છે કે દ્ભદ્ભઇનું મેનેજમેન્ટ ખરાબ છે. ટીમમાં મેદાન પર ફેરફાર કરવો જાેઇએ. જે ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી શકે છે તેમણે આગળ આવવુ જાેઇએ. રસેલે મોર્ગન અને નરેન પહેલા બેટીંગ કરવી જાેઇએ.
આ પૂર્વ ભારતીય ઓપનર બેટ્‌સમેન અનુસાર આંદ્રે રસેલને ઓયન મોર્ગન અને સુનીલ નરેન પહેલા રમવુ જાેઇએ આનાથી ટીમમાટે વધારે રન જાેડી શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.