સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટની લીગ મેચમાં ગોવા ટીમનો વિજય થયો

Sports
Sports

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ભાવનગર ખાતે 75મી સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં ફૂટબોલ ટુર્નામેન્ટની બે લીગ મેચ રમાડવામાં આવી હતી. જેની પ્રથમ લીગ મેચ ડ્રો થઈ હતી, જયારે બીજી લીગ મેચમાં ગોવાની ટીમનો વિજય થયો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં નવા ફૂટબોલ મેદાન ખાતે તા. 21 થી 28 નવેમ્બર દરમિયાન સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગૃપ-એમાં ગુજરાત,ગોવા,દમણ-દીવ અને દાદરાનગર હવેલી સહિતની ટીમોએ ભાગ લીધો છે. જેમાં આગામી 26 નવેમ્બરે પ્રથમ મેચ દમણ-દિવ અને ગુજરાતની ટીમ વચ્ચે રમાશે, જયારે બીજી મેચ દાદરાનગર હવેલી અને ગોવાની ટીમ વચ્ચે રમાશે. આગામી તા. 28 નવેમ્બરે પ્રથમ મેચ દમણ-દિવ અને દાદરાનગર હવેલી વચ્ચે રમાશે, જયારે બીજી મેચ ગુજરાત અને ગોવા વચ્ચે રમાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.