સાઇના નેહવાલે આઇરિસ વાંગને હરાવી વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

Sports
Sports

ન્યુ દિલ્હી,
ભારે સંઘર્ષ કર્યા બાદ લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડાલિસ્ટ સાઇના નેહવાલે અમેરિકાની આઇરિસ વાંગને હરાવીને ઓરલિન્સ માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં હૈદરાબાદી ખેલાડીએ અમેરિકન હરીફને ૨૧-૧૯, ૧૭-૨૧, ૨૧-૧૯થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. ભારતની મેન્સ ડબલ્સની ટીમ ક્રિશ્ના પ્રસાદ અને વિષ્નુ વર્ધન પંજાલાએ ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવ અને તોમા જુનિયર પોપોવાની જાેડીને ૨૧-૧૯, ૧૦-૨૧, ૨૨-૨૦ના સ્કોરથી હરાવીને અંતિમ-૪માં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ વિમેન્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને સિક્કી રેડ્ડીની જાેડીએ આસાન વિજય મેળવ્યો હતો. ટૂર્નામેન્ટમાં ત્રીજાે ક્રમાંક ધરાવતી પોનપ્પા અને રેડ્ડીની જાેડીએ ચેલોઇ ર્બિચ અને લોરેન સ્મિથની બ્રિટિશ જાેડીને કોઇ પણ મુશ્કેલી વિના ૨૧-૧૪, ૨૧-૧૮થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અર્જુન અને ધ્રુવ કપિલાની જાેડીને પરાજયનો સામનો કરવો પડયો હતો. તેમનો ઇંગ્લેન્ડના કેલુમ હેમિંગ તથા સ્ટિવન સ્ટાલવૂડ સામે ૨૧-૧૯, ૧૮-૨૧, ૨૩-૨૧થી પરાજય થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.