સચિનની ૧૦૦ સદીનો રેકોર્ડ તોડતા પહેલા વિરાટના કરિયરમાં મોટી અડચણ આવશેઃ પીટરસન

Sports
Sports

લંડન
ક્રિકેટ લેજેંડ સચિન તેંડુલકરે ૨૪ વર્ષની કરિયરમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. વન ડેમાં ૧૮,૦૦૦ રન, ટેસ્ટમાં ૧૫,૦૦૦ રન સાથે બંને ફોર્મેટમાં ટોપ છે. વન ડેમાં ૪૯ સદી અને ટેસ્ટમાં ૫૧ સદી સાથે તે આંતરરાષ્ટય ક્રિકેટમાં ૧૦૦ સદી લગાવી રહ્યો છે. ટીમ ઈÂન્ડયાનો કેપ્ટન વિરાટ કોહલી તેના આ રેકોર્ડની નજીક પહોંચી રહ્યો છે. કોહલી બંને ફોર્મેટમાં ૭૦ સદી લગાવી  છે. પરંતુ આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને સચિનનો ૧૦૦ સદીનો રેકોર્ડ તોડતા પહેલા વિરાટના કરિયરમાં મોટી અડચણ આવી શકે છે.
પીટરસને ટાઇમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યૂમાં સચિનનો રેકોર્ડ તોડતા પહેલા વિરાટે જાવું પડશે કે તે કેટલું લાંબુ ક્રિકેટ રમી શકે છે. હાલ વધારે પ્રમાણે ક્રિકેટ રમાઈ રહી છે તેમાં કોઈ શંકા નથી. જેમાં ટેસ્ટ, વન ડે, ટી-૨૦ અને આઈપીએલ સામેલ છે. આ સ્થતિમાં વિરાટ સતત ક્રિકેટ રમતો રહે તો રેકોર્ડ તાડી શકે તે વાતમાં શંકા નથી પરંતુ તેણે સમજવું પડશે કે વધારે ક્રિકેટ તેના કરિયરમાં મોટી અડચણ બની શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.