સચિન તેંડુલકર અખ્તરના કેટલાક સ્પેલથી ડરતા હતાઃ આફ્રિદી

Sports
Sports

નવી દિલ્હી,
પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રિદી તેના વિવાદિત નિવેદનો માટે જાણીતો છે. પોતાની વાતોથી આફ્રિદી ઘણી વખતે ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયા છે. ત્યારે હવે આફ્રિદીએ ટીમ ઈન્ડયાના દિગ્ગજ અને મહાન પૂર્વ બેટ્‌સમેન સચિન તેંડુલકરને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આપને જણાવી દઈએ કે નવ વર્ષ પહેલા આફ્રિદીએ હતું કે સચિન તેંડુલકરને પાકિસ્તાનના ઝડપી બોલર શોએબ અખ્તરની બોલિંગનો સામનો કરવામાં ડર લાગે છે. ત્યારે હવે આફ્રિદીએ ફરી આ વિવાદાસ્પદ નિવેદનનું પુનરાવર્તન કર્યું છે. આફ્રિદીએ કે સચિન આ વાતને માનશે નહીં પરંતુ તેઓ અખ્તરથી ડરતા હતા. જા કે, અખ્તર પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્્યો છે કે એવી કોઈ વાત નથી. એક ખાનગી યુટ્યુબ ચેનલ પર વાત કરતા આફ્રિદીએ કે,‘જુઓ, સચિન તેંડુલકર પોતાના મોઢેથી તો નહીં કહે કે હું ડરી રહ્યો છું. પરંતુ શોએબ અખ્તરના કેટલાય એવા સ્પેલ હતા જેને માત્ર સચિન જ નહીં પણ દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેનોને ડરાવ્યા હતા.
આફ્રિદીએ આગળ કે,‘જ્યારે તમે મિડ-ઓફ અથવા કવર્સ પર ફિલ્ડંગ કરો છો તો તમે સ્પષ્ટ રીતે કોઈ પણ બેટ્‌સમેનની બોડી લેંગ્વેજ જાઈ શકો છો. તમે સરળતાથી સમજી શકો છો કે બેટ્‌સમેન દબાણમાં છે અને તે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવામાં નિષ્ફળ જઈ રહ્યો છે. હું એવું નહીં કહું કે શોએબે સચિનને ડરાવ્યા હતા. પરંતુ શોએબના ઘણા એવા સ્પેલ રહ્યા છે જેમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન, જેમાં સચિન પણ શામેલ છે બેકફૂટ પર ગયા છે. આ ઉપરાંત આફ્રિદીએ એમ પણ કે સચિનને મિસ્ટ્રી બોલર સઈદ અજમલથી પણ ડર લાગતો હતો. આફ્રિદીએ કે,‘વર્લ્ડ કપ દરમિયાન સચિન સઈદ અજમલથી ડરતા નજરે આવ્યા હતા. આ કોઈ મોટી વાત નથી. ખેલાડી ઘણી વખત દબાણ અનુભવ કરે છે અને આ તેમના માટે પડકારજનક સાબિત થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.