
RRએ KKRને 6 વિકેટે હરાવ્યું, રાજસ્થાને અંતિમ 9 મેચમાં ત્રીજી વખત KKRને હારનો સ્વાદ ચખાડ્યો
IPL 2021 સીઝનની 18મી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં રાજસ્થાને ટીમમાં 2 ફેરફારો કર્યા હતા. ટોસ જીત્યા પછી સંજુ સેમસને કહ્યું હતું કે આ પ્રકારની પિચ પર પ્રથમ બોલિંગ કરવી શ્રેષ્ઠ રહેશે. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 133 રન બનાવ્યા હતા. રાજસ્થાનને જીતવા માટે 134નો લક્ષ્યાંક હતો. જેના જવાબમાં રાજસ્થાને 18.5 ઓવરમાં 4 વિકેટે 134 રન બનાવી મેચ જીતી લીધી હતી. કેપ્ટન સંજુ સેમસને અણનમ 42 રનની ઇનિંગ્સ રમી હતી.
છેલ્લી 9 મેચોમાં રાજસ્થાનની ટીમે KKRને ત્રીજીવાર હરાવી છે. કોલકાતાએ RRને અન્ય 6 મેચોમાં પરાજયનો સામનો કરાવ્યો હતો. આ સીઝનની 5 મેચોમાં RRની આ બીજી જીત છે. તે જ સમયે, KKRની આ 5 મેચમાં સતત ચોથી હાર છે. કોલકાતા પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા ક્રમાંક પર છે.
આ પહેલા રાજસ્થાનના ફાસ્ટ બોલર્સ ક્રિસ મોરિસ, ચેતન સાકરીયા, જયદેવ ઉનાદકટ અને મુસ્તફિઝુર રહેમાને સારી બોલિંગ કરીને KKRની ટીમને લૉ સ્કોર પર રોકી રાખી હતી. મોરિસને 4 અને બાકીના ત્રણ બોલર્સને 1-1 વિકેટ મળી હતી. કોલકાતા તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. સંજુ સેમસન RR માટે મેચ-વિનિંગ ઇનિંગ રમ્યો હતો. KKRના વરૂણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી હતી. જ્યારે શિવમ માવી અને પ્રખ્યાત કૃષ્ણાએ 1-1 વિકેટ લીધી હતી.
સિક્સ મારવા જતા રાહુલ તેવટિયા આઉટ થયો હતો. પ્રસિદ્ધ કૃષ્ણાએ તેવટિયાને પેવેલિયન ભેગો કર્યો હતો.શિવમ દૂબે 18 બોલમાં 22 રન બનાવીને વરૂણ ચક્રવર્તીનો બીજો શિકાર થયો હતો. જોસ બટલર 7 બોલમાં 5 રન બનાવીને વરુણ ચક્રવર્તી દ્વારા LBW થયો હતો. ત્યારપછી શિવમ માવીએ IPL 2021 સીઝનની પહેલી મેચ રમી રહેલા યશસ્વી જયસ્વાલને પેવેલિયન મોકલ્યો હતો. યશસ્વીએ 17 બોલમાં 22 રન બનાવ્યા હતા.
કોલકાતા: ઓઈન મોર્ગન (કેપ્ટન), નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, સુનીલ નરેન, આંદ્રે રસેલ, પેટ કમિન્સ, વરૂણ ચક્રવર્તી, શિવમ માવી, પ્રસિદ્ધ કૃષ્ણા.
રાજસ્થાન: સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, ડેવિડ મિલર, રિયાન પરાગ, રાહુલ તેવટિયા, શિવમ દુબે, ક્રિસ મોરિસ, જયદેવ ઉનાદકટ, મુસ્તફિઝુર રહેમાન અને ચેતન સાકરીયા.