રોનાલ્ડો 10મી વખત ગોલ હેટ્રિક નોંધાવનારો વિશ્વનો સૌપ્રથમ ફૂટબોલર બન્યો

Sports
Sports

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 10 ગોલ હેટ્રિક નોંધાવનારો વિશ્વનો સૌપ્રથમ ફૂટબોલર બન્યો છે. રોનાલ્ડોની આ સિદ્ધિને સહારે પોર્ટુગલે લક્ઝમ્બર્ગ સામેની ફિફા વર્લ્ડકપ ક્વોલિફાયરમા 5-0થી વિજય હાંસલ કર્યો હતો. જ્યારે ડેનમાર્કની ટીમે ઓસ્ટ્રીયાને 1-0થી હરાવ્યું હતુ અને ફિફા વર્લ્ડકપ 2022 માટે ક્વોલિફાય કરી લીધું હતુ. આ સાથે ડેનમાર્ક કતારમાં યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપમાં ક્વોલિફાય થનારી જર્મની પછીની ટીમ બની હતી. રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા 115 થઈ છે અને તેણે કારકિર્દીમા 58મી ગોલ હેટ્રિક નોંધાવી હતી. વેમ્બલીમાં રમાયેલી ઈંગ્લેન્ડ અને હંગેરી વચ્ચેની ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર 1-1થી ડ્રો રહી હતી. રોનાલ્ડ સાલાઈએ હંગેરીને 1-0થી સરસાઈ અપાવી હતી. ઓસ્ટ્રીયા સામેના જોકિમ માઈહલે ડેનમાર્ક તરફથી મેચનો એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. સ્વીડને 2-0થી ગ્રીસને હરાવ્યું હતુ. સ્વીડન તરફથી ફોર્સબેર્ગે 59મી મિનિટે પેનલ્ટીથી ગોલ નોંધાવ્યો હતો. જે પછી 69મી મિનિટે ઈસાકે સરસાઈ બેવડાવી હતી. ગ્રીસના ફૂટબોલર હાટ્ઝિડિકોસે 86મી મિનિટે રેડ કાર્ડ દેખાડીને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે સ્વિત્ઝર્લેન્ડે 4-0થી લિથુનિયાને હરાવ્યું હતુ. સર્બિયાએ 3-1થી અઝરબેજાન સામે જીત હાંસલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.