રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર ઈશાન કિશન હશે

Sports
Sports

રાજકોટ,  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI ૨૭ સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આ મેચથી ટીમમાં વાપસી કરશે. રોહિત સિરીઝની પ્રથમ બે મેચનો ભાગ નહોતો અને તેને અન્ય કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ સાથે આરામ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં યોજાનારી આ વનડે મેચમાં ઓપનિંગની જવાબદારી પણ રોહિત સંભાળશે. જોકે, તેનો ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલ નહીં, પરંતુ યુવા ખેલાડી હશે.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ બંને વનડે જીતી લીધી છે. હવે તેનું લક્ષ્ય ત્રીજી વનડે જીતીને ૩-૦થી ક્લીન સ્વીપ કરવાનું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ૨૭મી સપ્ટેમ્બરે રાજકોટનાSCAસ્ટેડિયમમાં પ્રવેશ કરશે. રોહિત શર્મા કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. આ પહેલા કેએલ રાહુલે ટીમની કમાન સંભાળી હતી અને બંને વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

દરમિયાન, મોટી અપડેટ એ છે કે શુભમન ગિલ ત્રીજી વનડેમાં રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર નહીં હોય. તેની જગ્યાએ ઈશાન કિશન આ જવાબદારી સંભાળશે. શ્રેણીની પ્રથમ બે વનડેમાં રોહિતની ગેરહાજરીમાં રૂતુરાજ ગાયકવાડે શુભમન ગિલ સાથે ઓપનિંગ કરી હતી. અન્ય અપડેટ એ છે કે અક્ષર પટેલ વર્તમાન સિરીઝની છેલ્લી મેચ રમવા માટે પણ ફિટ નથી.

રોહિત ઉપરાંત મહાન બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પણ ટીમમાં વાપસી કરશે. મોહાલી અને ઈન્દોરમાં આસાન જીત નોંધાવ્યા બાદ, ભારત ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦થી અજેય લીડ ધરાવે છે. ત્રીજી વનડેમાં કેપ્ટન રોહિત શર્મા વાપસી કરશે અને તે કેએલ રાહુલની જગ્યાએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. તેના સિવાય કુલદીપ યાદવ પણ ટીમમાં વાપસી કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.