બોપન્નાએ ઈન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટ જીતવાનો રેકોર્ડ કર્યો

Sports
Sports

ભારતના ખેલાડી રોહન બોપન્નાએ સૌથી મોટી ઉંમરે ઈન્ડિયન વેલ્સની સાથે એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી.જેમાં તેણે અને ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ એબ્ડેને ઈન્ડિયન વેલ્સની ફાઈનલમાં 6-3,2-6,10-8થી ટોપસીડ ધરાવતી બ્રિટનના સ્કૂપ્સ અને નેધરલેન્ડના કૂલ્હોફની જોડીને હાર આપી હતી.ત્યારે આ અગાઉ એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટાઈટલ સૌથી મોટી ઉંમરે જીતવાનો રેકોર્ડ કેનેડાના ડેનિયલ નોસ્ટરના નામે હતો જેણે ઇસ.2015માં સિનસિનાટી માસ્ટર્સ જીતી હતી.જેમાં બોપન્નાએ આ જીત સાથે નોસ્ટરનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.બોપન્ના અને એબ્ડેનની જોડીએ કતાર ઓપન ચેમ્પિયનશિપમાં પણ મેન્સ ડબલ્સ ટાઈટલ જીત્યું હતુ.આમ બોપન્નાએ પોતાની કારકિર્દીમાં 10મી એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટની ફાઈનલ રમતાં 5મી જીત હાંસલ કરી હતી,જ્યારે તે કારકિર્દીમાં 2017 પછી પ્રથમવાર માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટ જીત્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.