ભારતીય વિકેટકીપર ઋષભ પંતે ટેસ્ટ મેચમાં અનોખો રેકોર્ડ સર્જ્યો

Sports
Sports

ભારતના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે આજે તેની સફળતામાં વધુ એક રેકોર્ડ જોડી લીધો છે.પોતાની બિન્દાસ્ત બેટિંગ માટે ઓળખાતા પંતે બ્રિસ્બેન ટેસ્ટની ચોથી સીરીઝમાં 58.3 ઓવરમાં બે રન લઈને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના હજાર રન પૂરા કરી લીધા છે.તે સાથે જ તેણે પૂર્વ વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

ત્યારબાદ પંત હવે સૌથી નાની ઉંમર (27)ના ખેલાડીમાં હજાર રન બનાવનાર ભારતીય વિકેટકીપર બની ગયા છે.ત્યારપછી મહેન્દ્રસિંહ ધોની (32),ફારુક એન્જિનિયર(36)અને પછી ઋધિમાન સાહા(37)નો નંબર આવે છે.આમ ઓવરઓલ વાત કરીએ તો સૌથી ફાસ્ટ 1000 ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિંટન ડીકોકના નામે છે. જેઓએ આ સફળતા માટે 21 વર્ષે જ મેળવી લીઘી હતી. આમ આ રેકોર્ડમાં અત્યારસુધીના ભારતના કોઈપણ વિકેટકીપર ટોપ પાંચમાં સામેલ નથી.

આમ જો ઋષભ પંતની વાત કરીએ તો વિદેશી જમીન પર તેનો રેકોર્ડ ખૂબ ઐતિહાસીક છે.ઋષભે વર્ષ 2018માં ઈંગ્લેન્ડમાં બે સદી અને ઓસ્ટ્રેલિયામાં એક સદી લગાવી હતી.આ સીરીઝમાં પણ તે માત્ર ત્રણ રનથી સદી ચૂક્યો હતો. તે સિવાય સિડની ટેસ્ટની બીજી ઈનિંગમાં 118 બોલમાં 97 રન બનાવનાર પંત જો વધુ થોડો સમય ક્રિઝ પર રમ્યા હોત તો ડ્રોમાં ગયેલી ત્રીજી ટેસ્ટ પણ ભારતને નામે થઈ ગઈ હોત.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.