કોહલી-ડિવિલિયર્સ અને મેક્સવેલ પર રહેશે જવાબદારી

Sports
Sports 55

IPL-14નો ફેઝ-2 UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. જેના પહેલા ફેઝમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે પ્રશંસનીય ફોર્મ દાખવીને પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંકે પોતાનું સ્થાન કાયમ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે RCBએ પહેલા ફેઝની 7 મેચમાંથી 5 મેચ જીતી છે, જ્યારે 2માં હારનો સામનો કરવો પડ્યો છે. પોઇન્ટ્સ ટેબલમાં વિરાટની બોલ્ડ આર્મી 10 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર જરૂર છે પરંતુ શું તે RCBના ફેન્સને ટ્રોફીની ભેટ આપી શકશે કે કેમ એ જોવાજેવી થશે.

ફેઝ-2ની શરૂઆત પહેલા ટીમમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. ફ્રેન્ચાઈઝીએ દુષ્મંતા ચમીરા, વાણિંદુ હસરંગા, ટિમ ડેવિડ અને જોર્જ ગાર્ટનને સામેલ કર્યા છે. આના સિવાય હેડ કોચ સાઇમન કેટિચે રાજીનામું આપ્યા પછી ટીમના ‘ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન’ માઇક હેસનને હેડ કોચ બનાવાયા છે. આ ફેરફાર પછી ટીમ વધુ મજબૂત થઈ ગઈ છે.

તો ચલો આપણે RCB ટીમનું SWOT એનાલિસિસ કરીએ. એટલે કે ટીમની સ્ટ્રેન્થ (Strength), નબળાઈ (Weakness), તક (Opportunity) અને જોખમ (Threat)નું વિશ્લેષણ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.