
રણજી ટ્રોફીમાં વિદર્ભ સામે ગુજરાતની હાર થઈ
રણજી ટ્રોફીમાં વિદર્ભ સામે ગુજરાતનો 18 રનથી શરમજનક પરાજય થયો હતો.જેમાં ગુજરાતને જીતવા માટે 73 રનનો ટાર્ગેટ મળ્યો હતો ત્યારે પ્રવાસી ગુજરાતની ટીમ 54 રનમાં જ ખખડી ગઈ હતી.આ સાથે વિદર્ભે રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી નિમ્ન સ્કોર જાળવી રાખવાનો રેકોર્ડ સર્જ્યો હતો.જ્યારે ગુજરાતે સૌથી લોએસ્ટ ટાર્ગેટને પાર ન પાડી શકનારી ટીમ તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો હતો.જેમાં વિદર્ભના આદિત્ય સરવટેએ બીજી ઈનિંગમાં 6 જ્યારે મેચમાં 11 વિકેટ ઝડપી હતી જેમાં તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.આ સિવાય ગુજરાતની બીજી ઈનિંગમાં સિદ્ધાર્થ દેસાઈ 18ને બાદ કરતાં અન્ય કોઈ બેટ્મસેન ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો.