
રાફેલ નડાલને આઠ સપ્તાહ સુધી આરામ કરવો પડે તેવી શક્યતાઓ જોવા મળી
ઈજાગ્રસ્ત સ્પેનિશ ટેનિસ ખેલાડી નડાલને ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા જ રાઉન્ડમાં અમેરિકાના મેક્ડોનાલ્ડ સામે હાર સહન કરવી પડી હતી.જેમાં કમરની ઈજાથી પરેશાન નડાલ આગામી 6 થી 8 સપ્તાહ સુધી રમી શકે તેમ નથી.ત્યારે તે એપ્રિલમાં જ્યારે ક્લે કોર્ટની સિઝનનો પ્રારંભ થશે,ત્યારે પુનરાગમન કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.આમ નડાલના ડાબા પગની ઈજા કેટલી ગંભીર છે તે જાણવા માટે સ્કેન કરવામાં આવ્યું હતુ.જે રિપોર્ટ અનુસાર તેને ગ્રેડ ટુ ઈન્જરી છે.જેને લઈ નડાલ સ્પેન પરત ફરશે અને ત્યા આરામ ફરમાવશે જ્યારે તેની આગળની સારવાર પણ ત્યાં શરૂ થશે.આમ 22 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલા નડાલને ગત સિઝનમાં પણ ઈજા સતાવતી રહી છે.જેમાં વિમ્બલ્ડન પછી તે પાંસળી,પેટ અને પગની ઈજાના કારણે મોટાભાગે ટેનિસ કોર્ટથી દૂર રહ્યો હતો.