દુનિયાના ૨૧ ટોચના એથ્લેટ્‌સ સાથે ભાગ લેશે પીવી સિંધૂ

Sports
Sports

નવી દિલ્હી,
ભારતની સુપર સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂ હવે વિશ્વના એવા કેટલાક એથ્લેટ્‌સમાં સામેલ થશે જેમના વર્કઆઉટનું લાઇવ પ્રસારણ ઓલિમ્પકના ઇન્સ્ટાગ્રામ પેજ પર કરવામાં આવશે. સિંધૂ હૈદરાબાદના પોતાના ઘરે ઓનલાઈન માધ્યમથી જાડાશે. તેનું લાઈવ પ્રસારણ અલગ અલગ ૨૦ ટાઈમ ઝોનમાં સવારે ૧૧.૦૦ કલાકે થશે.
વર્લ્ડ ચેમ્પયન અને ઓલિમ્પક્સ સિલ્વર મેડલ વિજેતા ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂ ૨૩મી જૂને વર્લ્ડ ઓલિમ્પક દિવસે આયોજિત લાઈવ ફિટનેસ કાર્યક્રમમાં દુનિયાના ૨૧ ટોચના એથ્લેટ્‌સ સાથે ભાગ લેશે. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ચેમ્પયન પહેલવાન વિનેશ ફોગટ પણ આ કાર્યક્રમનો હિસ્સો હશે જે દુનિયાભરના ૩૩ ઓલિમ્પક ખેલાડીઓ સાથે પહેલેથી રેકોર્ડ કરાયેલા વિડિયોમાં પોતાનું સ્પેશિયલ વર્કઆઉટ (કસરત) બતાવશે. આ વિડિયોમાં ખેલાડીઓ પોતાના મનપસંદ વર્કઆઉટને બતાવશે જે ઓલિમ્પક ચૅનલ ઉપર પણ ઉપલબદ્ધ રહેશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પક્સ સમિતિ (આઈઓસી) એ એક નિવેદનમાં કે, ઓલિમ્પક્સ દિવસ ૨૦૨૦માં દુનિયાભરના ઓલિમ્પયન, એથ્લેટ અને ચાહકો વિશ્વના સૌથી મોટા ૨૪ કલાકના ડિજિટલ વર્કઆઉટમાં સક્રિય દેખાશે. કોવિડ-૧૯ મહામારીને કારણે દુનિયાભરમાં લાગુ લોકડાઉન અને ઓલિમ્પક્સને મુલતવી રાખ્યા પછી ૫૦ કરતાં વધારે દેશોના આશરે પાંચ હજાર ઓલિÂમ્પયન ૨૪.૩ કરોડ પ્રેક્ષકો સાથે પોતાનું નિયમિત વર્કઆઉટ શેર કર્યું છે જેમાં શરીર અને મનને સ્વસ્થ રાખવાની રીત વિશે પણ માહિતી આપવામાં આવી છે. આઈઓસી અધ્યક્ષ થોમસ બાકે કે આ વખતનો ઓલિમ્પક્સ દિવસ કાર્યક્રમ હંમેશાં કરતાં અલગ હશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.