પીવી સિંધૂએ ડેનમાર્કની લિને ક્રિસ્ટોફર્સનને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

Sports
Sports

બર્મિગહામ,
વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધૂએ આસાન વિજય સાથે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પાંચમી ક્રમાંકિત સિંધૂએ બીજા રાઉન્ડમાં ડેનમાર્કની લિને ક્રિસ્ટોફર્સનને સતત ગેમમાં ૨૧-૮, ૨૧-૮ના સ્કોરથી હરાવી હતી. સિંધૂએ સતત ૧૩ પોઇન્ટ મેળવીને માત્ર ૨૫ મિનિટમાં મુકાબલો જીતી લીધો હતો. તેનો આગામી મુકાબલો જાપાનની અકાને યામાગુચી સામે થશે. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેને ફ્રાન્સના થોમસ રોક્સેલને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ ૨૧-૧૮, ૨૧-૭ના સ્કોરથી પરાજય આપ્યો હતો. વિમેન્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીએ રાઉન્ડ-૧૬ના મુકાબલામાં બલ્ગેરિટાની ગેબ્રિયેલા સ્ટોવા અને સ્ટેફેની સ્ટોવાની જાેડીને ૨૧-૧૭, ૨૧-૧૦થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બિનક્રમાંકિત સમીર વર્મા ડેનમાર્કના ત્રીજા ક્રમાંકિત એન્ડર્સ એન્ટોસેન સામે ૨૦-૨૨, ૧૦-૨૨ના સ્કોરથી હારી ગયો હતો. એચએસ પ્રણોયને જાપાનના કેન્ટો મોમોતાએ ૪૮ મિનિટમાં ૧૫-૨૧, ૧૪-૨૧થી હરાવ્યો હતો. પ્રણોયનો મોમોતા સામે આ સતત આઠમો પરાજય છે. સાઇપ્રણીથ ડેનમાર્કના વિક્ટર એક્સેલસેન સામે ૨૧-૧૫, ૧૨-૨૧, ૧૨-૨૧ના સ્કોરથી હારી ગયો હતો. મિક્સ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ અને પોનપ્પાની જાેડીએ જાપાનની યુકી કાનેકો અને મિસાકી માત્સુમોતોને ૩૫ મિનિટમાં ૨૧-૧૯, ૨૧-૯થી હરાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.