પીએસએલઃ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટ્‌સમેન બેન ડંકના મો ઉપર બોલ વાગ્યો, આવ્યા સાત ટાંકા

Sports
Sports

સાઉથમ્પ્ટન,
ઓસ્ટ્રેલિયન વિકેટકીપર અને બેટ્‌સમેન બેન ડંક ખરાબ રીતે ઘાયલ થયો છે. પાકિસ્તાન સુપર લીગ પહેલા પ્રેક્ટિસ દરમિયાન બોલ તેના ચહેરા પર વાગ્યો હતો. આને લીધે બેન ડંકના હોઠ પર સાત ટાંકા આવ્યા છે. તે પીએસએલમાં લાહોર કલંદર્સની ટીમનો ભાગ છે. તેને અબુધાબીમાં કેચ-ટેકિંગ પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. આ પછી તે થોડા સમય માટે ક્રિકેટ રમી શકશે નહીં. ઈજા બાદ હોઠને રીએલાઇન કરવા માટે ૩૪ વર્ષીય આ ખેલાડીને શસ્ત્રક્રિયા પણ કરાવવી પડી હતી. પીએસએલ ૯ જૂનથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં, બેન ડંકની ઈજા એ લાહોર કલંદર્સ માટે મોટો આંચકો છે. અત્યારે આ ટીમ ચારમાંથી ત્રણ મેચ જીત્યા બાદ પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. પીએસએલની શરૂઆત માર્ચમાં જ થઈ હતી. પરંતુ કોરોનાના કેસને કારણે ટૂર્નામેન્ટ બંધ કરવી પડી હતી. હવે તેનો બાકીનો ભાગ યુએઈમાં રમાડવામાં આવી રહ્યો છે.
કલંદર્સના સીઈઓ સમિન રાણાએ બેન ડંકની ઈજા અંગે અહેવાલ આપતા કહ્યું કે તે સ્વસ્થ થઈ રહ્યો છે અને અપેક્ષા રાખવી જાેઇએ કે ૯ જૂને ઇસ્લામાબાદ યુનાઇટેડ સામેની મેચ પહેલા તે સંપૂર્ણ રીતે ફીટ અને રમવા માટે ઉપલબ્ધ થઈ જશે. બેન ડંક આ સિઝનમાં કલંદર્સની ટીમની રમતમાં મહત્ત્વપૂર્ણ રહ્યો. તેણે પહેલા હાફમાં ૪૦ ની સરેરાશથી ૮૦ રન બનાવ્યા. આ દરમિયાન ડંકે કરાચી કિંગ્સ સામે અણનમ ૫૭ રનની ઇનિંગ્સ પણ રમી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.