પ્રવિણ તાંબે કેરેબિયન સીપીએલમાં રમનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બનશે

Sports
Sports

નવી દિલ્હી,
ઇન્ડયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ ઉંમરમાં ડેબ્યૂ કરનારો લેગ સ્પનર પ્રવિણ તાંબે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં રમનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બનવા જઇ રહ્યો છે. તાંબેને ફ્રેન્ચાઇઝી ટ્રિનબાગોએ ઓનલાઇન હરાજીમાં પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. પ્રવિણ તાંબે આ પહેલા આઇપીએલ ૨૦૨૦ની હરાજીમાં પણ વેચાયો હતો, પણ ૨૦૧૮માં સન્યાસ લીધા બાદ ટી૧૦ લીગમાં ભાગ લેવાના કારણે ભારતીય ક્રિકટ કન્ટ્રાલ બોર્ડે આઇપીએલમાં તેના રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
૪૮ વર્ષના પ્રવિણ તાંબે આઇપીએલમાં રાજસ્થાન રાયલ્સ, ગુજરાત લાયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્્યો છે. ટ્રિનિબાગોએ ઓસ્ટ્રેલિયાના લેગ Âસ્પનર ફવાદ અહેમદ સાથે પણ કરાર કર્યો છે, આ ઉપરાંત ફ્રેન્ચાઇઝીએ ન્યૂઝીલેન્ડની ટીમના ટિમ સેઇફર્ટ અને ઝિમ્બાબ્વેના સિકંદર રજા સાથે પણ કરાર કર્યો છે. તાંબેએ આઇપીએલ ૨૦૧૪માં કોલકત્તા વિરુદ્ધ બે બાલમાં હેટ્રિક લેવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટી૨૦માં હવે તો માત્ર બે બાલરો જ આ કારનામુ કરી ચૂક્્યા છે.
તાંબે પહેલા ૨૦૧૦માં ચેÂમ્પયન્સ લીગમાં શ્રીલંકાના ઇસુરુ ઉડાનાએ આ ઉપલÂબ્ધ હાંસલ કરી હતી. કેકેઆર વિરુદ્ધ તાંબેએ પહેલા મનિષા પાંડેને સ્ટમ્પ આઉટ કર્યો હતો, પણ તે બાલ વાઇડ આપવામાં આવી હતી. ત્યારબાદ બીજા બાલ પર તાંબેએ બે વિકેટ લીધી હતી, આ રીતે તાંબેએ માત્ર બે બાલમાં જ હેટ્રિક પુરી કરી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.