ભારત-પાકિસ્તાન પાડોશી દેશો વચ્ચે રાજકીય સંબંધોમાં સુધાર થશે

Sports
Sports

કરાચી,
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમેન એહસાન મનીએ મોટો દાવો કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મનીનું માનવુ છે કે પાકિસ્તાન ૨૦૨૩માં એશિયા કપમાં ભારતની મહેમાની વિશે આશાવાદી છે અને આશા છે કે બન્ને પાડોશી દેશો વચ્ચે રાજકીય સંબંધોમાં સુધાર થશે. મનીએ જણાવ્યુ, શ્રીલંકા ૨૦૨૨માં એશિયા કપની યજમાની કરશે, આ વખતે જૂનમાં આ મહાદ્વીપીય ટૂર્નામેન્ટ થવાની હતી, ત્યારબાદ તેની શક્યતા હવે સમાપ્ત થઈ ગઈ છે.
એહસાન મનીએ કહ્યુ, ૨૦૨૨માં શ્રીલંકા તેની (એશિયા કપ) યજમાની કરશે અને પાકિસ્તાન ૨૦૨૩માં આ ઇવેન્ટની યજમાની કરશે. હું આશાવાદી છું કે તે સમય સુધી બન્ને દેશો વચ્ચે રાજકીય સંબંધ સુધરી જશે અને ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન આવશે. તેમણે કહ્યુ, હાલના દિવસોમાં પાછલા દરવાજાના માધ્યમથી કેટલાક સકારાત્મક સંકેત મળ્યા છે અને આશા છે કે સબંધોમાં બરફ ઓગળશે.
મનીએ કહ્યુ, જાે ભારતીય ટીમ પોતાના પાડોશી દેશોનો પ્રવાસ કરે છે તો આ પાકિસ્તાન ક્રિકેટ માટે એક મોટી સફળતા હશે. મનીએ કહ્યુ, એશિયા કપ ૨૦૨૧નું આયોજન થવાની સંભાવના નથી, કારણ કે પીએસએલ મેચોને કારણે પાકિસ્તાન પાસે તે માટે સમય નથી અને ભારત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વ્યસ્ત રહેશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પાસે આવનારા એશિયા કપની યજમાની છે.
મનીએ કહ્યુ, આ વર્ષે યોજાનાર એશિયા કપનો કોઈ સવાલ નથી, કારણ કે અમે ખુબ વ્યસ્ત છીએ અને આ વર્ષે પાકિસ્તાન ટીમ પાસે સમય નથી. જૂનમાં એક નાની વીન્ડો હતી, જેમાં અમારે પાકિસ્તાન સુપર લીગની બાકી મેચ રમવાની છે. ભારતીય ટીમ તે સમયે ન્યૂઝીલેન્ડ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. તે માટે તેણે બે સપ્તાહ પહેલા ઈંગ્લેન્ડ જવું પડશે અને ક્વોરેન્ટાઇન રહેવું પડશે. તેવામાં ભારતીય ટીમ પણ વ્યસ્ત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.