આઇપીએલ કરતાં પાકિસ્તાન સુપર લીગમાં રમવું વધુ ફાયદાકારકઃ ડેલ સ્ટેન

Sports
Sports

કરાચી,
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને કહ્યું કે, “દુનિયાની અન્ય ટી-૨૦ લીગ્સની સરખામણીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટના પોઇન્ટ ઓફ વ્યૂથી ઓછી ફાયદાકારક છે. આઇપીએલમાં પૈસાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ક્રિકેટ અમુક અંશે ભુલાઈ પણ જાય છે. ક્રિકેટર તરીકે ગ્રો થવામાં ઈપીલ કરતાં પીએસએલ વધુ ફાયદાકારક છે.”
સ્ટેને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, મારે થોડો ટાઇમ આરામ જાેતો હતો, તેમજ અન્ય લીગ્સમાં રમીને લાગ્યું કે આઇપીએલમાં રમવાનો એટલો ફાયદો નથી. તેથી હું આગામી સીઝનમાં નહીં રમું. તમે જ્યારે આઇપીએલમાં રમવા જાવ છો તો મોટા નામો, મોટા સ્ક્વોડ અને ક્યા સ્ટારને કેટલી રકમ મળી તેમાંને તેમાં ક્રિકેટ ભુલાઈ જાય છે.
સ્ટેન અત્યારે પાકિસ્તાન સુપર લીગમાં સરફરાઝ અહેમદની ટીમ કવેટા ગ્લેડિએટર્સ વતી રમ્યો છે. તે ભૂતકાળમાં આઇપીએલમાં ડેકન ચાર્જર્સ, ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમ્યો હતો.
સ્ટેને કહ્યું કે, હું પીએસએલ અથવા શ્રીલંકા પ્રીમિયર લીગમાં રમી રહ્યો હોઉં ત્યારે ત્યાં ક્રિકેટને વધુ મહત્ત્વ મળતું હોવાનું લાગ્યું છે. યંગસ્ટર્સ મારા રૂમમાં આવીને મારો અનુભવ શેર કરવા અને અન્ય ક્રિકેટિંગ બાબતો મારી પાસેથી શીખવાનો પ્રયાસ કરે છે. જ્યારે ૈંઁન્માં તો તમને કેટલા પૈસા મળ્યા એ જ પ્રશ્ન મેન રહે છે અને અન્ય બધી બાબતો ભુલાઈ જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.