પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને પ્રથમ ગોલ્ડ મળ્યો
કોમનવેલ્થ ગેમ્સમાં પેરાપાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ સર્જી દીધો છે.જેમાં તેઓએ પેરા પાવરલિફ્ટિંગમાં ભારત માટે ગોલ્ડમેડલ જીતનારા પ્રથમ ભારતીય એથલીટ બની ગયા છે.આ અગાઉ 2014માં પાવરલિફ્ટર સકિના ખાતૂને બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો.સુધીરે પુરૂષો માટેની હેવીવેઈટ કેટેગરીમાં 212 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડમેડલ પોતાના નામે કર્યો છે.87.30 કિગ્રા વજન ધરાવતા સુધીરે રેક હાઈટ 14 સાથે પ્રથમ પ્રયત્નમાં 208 કિગ્રા વજન ઉઠાવ્યું હતું.જ્યારે બીજા પ્રયત્નમાં તેમણે 212 કિગ્રા વજન ઉઠાવ્યું હતું.આમ સુધીરે 212 કિગ્રા વજન લિફ્ટ કરવાની સાથે નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો છે.આમ પોતાના અંતિમ પ્રયત્નમાં સુધીર 217 કિગ્રા વજન ઉઠાવવામાં અસફળ રહ્યા હતા.આ ભારત માટે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો મેડલ છે.આ અગાઉ મીરાબાઈ ચાનુ,જેરેમી લાલરિનુંગા અને અચિંતા શેઉલી વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડમેડલ જીતી ચુક્યા છે.જ્યારે મહિલા લોન બોલ ટીમ તથા પુરૂષ ટેબરલ ટેનિસ ટીમે પણ ગોલ્ડમેડલ મેળવ્યો છે.ભારત માટે કુલ 20મો મેડલ બની રહ્યો છે.જેમાં 6 ગોલ્ડ,7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.જેમાં પદક મેળવવાની રેસમાં ભારત સાતમા ક્રમે છે.મેન્સ હેવી વેઈટ કેટેગરીમાં સુધીર બાદ નાઈજિરીયાના ઈકેચુકુ ક્રિસ્ટિયન ઓબિચુકુએ 133.6 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે સ્કોટલેન્ડના મિકી યૂલે 130.0 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.