પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની ટી-૨૦ શ્રેણી ૧-૧થી બરોબરી મેળવી

Sports
Sports

પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની બીજી ટી-૨૦માં ૧૦ વિકેટથી વિજય મેળવ્યો હતો.ત્યારે આ સાથે સાત ટી-૨૦ની શ્રેણીમાં પાકિસ્તાને ૧-૧થી બરોબરી મેળવી લીધી હતી.જેમાં જીતવા માટેના ૨૦૦ના ટાર્ગેટને પાકિસ્તાને ૧૯.૩ ઓવરમાં વિના વિકેટે પાર પાડયો હતો.જેમાં કેપ્ટન બાબરે ૧૧૦ રન અણનમ રહીને ફટકાર્યા હતા.જ્યારે રિઝવાને ૫૧ બોલમાં અણનમ ૮૮ રન નોંધાવ્યા હતા.જેમાં ઈંગ્લેન્ડ એકપણ વિકેટ ઝડપી શક્યું નહતુ.આ અગાઉ ઈંગ્લેન્ડે બીજી ટી-૨૦માં ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૯૯ રન નોંધાવી પાકિસ્તાનને ૨૦૦ રનનો પડકાર આપ્યો હતો.જેમાં ડુકેટ્ટના ૪૩ અને બુ્રક્સના ૩૧ રન અને કેપ્ટન મોઈન અલીએ અણનમ ૫૫ રન ફટકારતા પાકિસ્તાન પર દબાણ સર્જાય તેવો સ્કોર કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.