પાકિસ્તાને ઈંગ્લેન્ડને ટી૨૦ મેચમાં ૫ રનથી હરાવ્યું, ટી૨૦ સિરીઝ ૧-૧થી બરોબર

Sports
Sports

માન્ચેસ્ટર,
મંગળવારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને પાંચ રને પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહેમાન ટીમે અનુભવી બેટ્‌સમેન મોહમ્મદ હાફીઝ (૮૬) અને યુવા ખેલાડી હેદર અલી (૫૪)ની શાનદાર ઈનિંગની મદદથી ૨૦ ઓવરમાં ૪ વિકેટ પર ૧૯૦ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ૮ વિકેટ ગુમાવીને માત્ર ૧૮૫ રન બનાવી શકી હતી. આ મેચ અને સિરીઝમાં શાનદાર બેટિંગ કરનાર હાફીઝને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૧૯૧ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી અને જાેની બેયરસ્ટો ઈનિંગની પ્રથમ ઓવરમાં શૂન્ય પર બોલ્ડ થયો હતો.
બીજી મેચમાં ઈંગ્લેન્ડને જીત અપાવનાર ડેવિડ મલાન (૭) અને કેપ્ટન ઇયોન મોર્ગન (૧૦)ની જાેડી પણ અહીં ફ્લોપ રહી હતી. ૮મી ઓવરમાં જ્યારે શાનદાર બેટિંગ કરી રહેલ ટોમ બેન્ટમ (૪૬) હરીસ રાઉફનો શિકાર બન્યો, ત્યારે સ્કોર બોર્ડ પર માત્ર ૬૯ રન અને ટોપ ઓર્ડરના ચારેય બેટ્‌સમેનો આઉટ થઈ ચુક્્યા હતા. ત્યારબાદ ઓલરાઉન્ડર ખેલાડી મોઇન અલી (૬૧)એ ચેમ બિલિંગ્સ અને ગ્રેગરી (૧૨)ની સાથે મળીને ઈંગ્લેન્ડને મેચમાં બનાવી રાખ્યું હતું. મેચની છેલ્લી ૨ ઓવરમાં ઈંગ્લેન્ડની ટીમને ૨૦ રનની જરૂર હતી પરંતુ અહીં ૧૯મી ઓવર ફેંકવા આવેલા વહાબ રિયાઝે મેચનું પરિણામ બદલી નાખ્યું હતું. આ ઓવરમાં તેણે ક્રિસ જાેર્ડન અને મોઇન અલીને આઉટ કરીને મેચ પાકિસ્તાનના પક્ષમાં કરી દીધી હતી.
૧૭૪ના કુલ સ્કોર પર વહાબે પોતાના બોલ પર કેચ ઝડપીને ઈંગ્લેન્ડની આશા પર પાણી ફેરવી દીધું હતું. રિયાઝે તે ઓવરમાં ૧ વાઇડ સહિત કુલ ત્રણ રન આપ્યા હતા. અંતમાં ઈંગ્લેન્ડ પાંચ રનથી મેચ હારી ગયું અને પાકિસ્તાને સિરીઝ ૧-૧થી બરોબર કરી લીધી હતી. શાહીન આફ્રિદી અને વહાબે બે-બે વિકેટ ઝડપી હતી. આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા પાકિસ્તાને હેદર અલી (૫૪) અને હાફીઝ (૮૬)ની સાથે મળીને પાકિસ્તાન તરફથી શાનદાર સ્કોર બનાવવામાં મદદ કરી હતી. ૩૩ બોલમાં ૫૪ રન બનાવનાર હેદર પોતાની પ્રથમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો. બીજા છેડે અનુભવી બેટ્‌સમેન મોહમ્મદ હફીઝે પણ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું અને તેણે ૫૨ બોલમાં ચાર ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૮૬ રન બનાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.