પાક ક્રિકેટર ઇન્ઝમામ ઉલ હક્કે રિષભ પંતની તુલના વિવિયન રિચાડ્‌ર્સ સાથે કરી

Sports
Sports

ન્યુ દિલ્હી,
સીત્તેરના દાયકામાં વેસ્ટઇન્ડિઝ અને બીજી ટીમો વચ્ચેનો તફાવત વિવિયન રિચાડ્‌ર્સ હતા. આ જ રીતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીમાં મુખ્ય તફાવત રિષભ પંત હતો. રિષભ પતે આ વર્ષે ભારતીય ક્રિકેટમાં સ્વપ્નવત કહી શકાય તેવું પુનરાગમન કર્યુ છે. તેણે સિડની મેચ બચાવતી અને બ્રિસ્બેનમાં મેચ વિનિંગ ઇનિંગ રમવાની સાથે ૨૩ વર્ષના ક્રિકેટરના જીવનમાં નવા પ્રકરણનો પ્રારંભ થયો.
તેણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી, વન-ડે શ્રેણી અને ટી-૨૦ શ્રેણીમાં પણ મેચ વિનર તરીકેની ભૂમિકા જ અદા કરી. પાકિસ્તાનનો મહાન ક્રિકેટર ઇન્ઝમામ ઉલ હક્ક માને છે કે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચેનો ફરક હોય તો તે રિષભ પંત હતો. લાંબા સમય પછી એવો ખેલાડી જાેયો છે, જે આપણી અપેક્ષા હોય છે તેના કરતાં પણ વધારે સારો ખેલાડી છે. હું તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસથી ફોલો કરી રહ્યો છું, તે જરા પણ દબાણ હેઠળ રમતો નથી. ઓસ્ટ્રેલિયામાં પણ તેના મોટાભાગના સિનિયરો ઇજાગ્રસ્ત હતા ત્યારે તેની એફર્ટલેસ બેટિંગના લીધે ભારત ટેસ્ટ શ્રેણી જીત્યું હતું.
અગાઉ તો નીચલા ક્રમના બેટ્‌સમેને રમવા માટે રીતસરનો સંઘર્ષ કરવો પડે છે. તેની સામે પંતને આવી કોઈ ચિંતા નથી. તેની પાસે સ્ટ્રોક્સની જે રેન્જ છે તેવા છેલ્લા બે જ વિકેટકીપર છેલ્લા ૩૦થી ૩૫ વર્ષમાં જાેયા છે. એક તો ધોની અને બીજાે ગિલક્રિસ્ટ. આ બંને વિકેટકીપર એવા હતા જે મેચનું પાસુ પલટી શકવા સમર્થ હતા. રિષભ પંત આ જ રીતે રમતો રહેશે તો તે આવું જ પર્ફોર્મન્સ આપતો રહેશે. આ ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ પંતની પ્રશંસા કરતા તે સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ ક્રિકેટ રમી રહ્યો હોવાનું જણાવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.