પાક ક્રિકેટ બોર્ડનો દાવોઃ T૨૦ વર્લ્ડ કપ ભારતમાં નહીં યૂએઈમાં રમાશે

Sports
Sports

લાહોર,
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના અધ્યક્ષ એહસાન મનીએ નિવેદન આપ્યુ છે કે ભારતમાં આયોજીત થનાર આગામી ટી૨૦ વિશ્વકપ ૨૦૨૧ ભારતમા નહીં પરંતુ સંયુક્ત અરબ અમીરાતમાં આયોજીત થશે. બીસીસીઆઈએ હાલમાં (૨૯ મે) એ પોતાની સ્પેશિયલ જનરલ મીટિંગ તે નક્કી કર્યુ હતુ કે તે આ ટૂર્નામેન્ટને ભારતમાં આયોજીત કરાવવા ઈચ્છે છે. આઈસીસીએ પણ તેને ર્નિણય લેવા માટે ૨૮ જૂન સુધીનો સમય આપ્યો છે.
આ સમયે ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. કોરોનાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ-૧૪ની સીઝન પણ અધવચ્ચે સ્થગિત કરવી પડી હતી. તો બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આશા વ્યક્ત કરી છે કે ભારત આઈસીસીની આ મોટી ઈવેન્ટનું આયોજન દેશમાં જ કરશે કારણ કે ત્યાં સુધી કોરોનાની સ્થિતિમાં ફેરફાર થઈ જશે.
આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એહસાન મનીએ ધન્યૂઝ.કોમ.પીકેને જણાવ્યુ- આઈસીસી ટી૨૦ વિશ્વકપ જેનું આયોજન ભારતમાં થવાનું હતું, તે હવે યૂએઈ જઈ રહ્યો છે. ભારતે આઈપીએલ-૨૦૨૧ની બાકી મેચોનું આયોજન પણ યૂએઈમાં કરવું પડી રહ્યું છે. આજ રીતે પાકિસ્તાન પાસે પણ પીએસએકની બાકી સીઝન અબુધાબીમાં આયોજીત કરાવવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નહતો.
તેમણે કહ્યું, અમારી પાસે બે વિકલ્પ હતા. પીએસએલની બાકી સીઝન રદ્દ કરી દેવામાં આવે અથવા સંભવિત સ્થાનો પર તેનું આયોજન કરવામાં આવે. અમારી પાસે ઇન્ટરનેશનલ કેલેન્ડરમાં થોડો આરામ છે. આ અમારા માટે સારો સમય છે અને અમે બાકી પીએસએલ યૂએઈમાં પૂરી કરી રહ્યાં છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.