ઓમાનનો પાપુઆ ન્યુ ગિની સામે 10 વિકેટથી આસાન વિજય થયો

Sports
Sports

ટી-20 વિશ્વકપમાં સુપર-12ની ક્વોફાયર મેચમાં ઓમાને 10 વિકેટથી પાપુઆ ન્યુ ગિનીને હરાવ્યું હતુ. જેમ પાપુઆ ન્યુ ગિની તરફથી કેપ્ટન અસદવાળાના 56 અને ચાર્લેસ અમિનીના 37 રનની મદદથી 9 વિકેટે 129 રન કર્યા હતા. જ્યારે ઝીશાન મકસૂદે 4 વિકેટ ઝડપી હતી. ત્યારે તેના જવાબમાં અકિબ ઈલિયાસના અણનમ 50 અને જિતેન્દર સિંઘના 73 રનની મદદથી ઓમાને 13.4 ઓવરમા વિના વિકેટે 131 રન કરી લીધા હતા. આમ આ મેચમાં ઝીશાન મકસૂદને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓમાનના કેપ્ટન ઝિશાન મકસૂદે ટોસ જીતીને પહેલા પાપુઆ ન્યુ ગિનીને બેટીંગમાં ઉતાર્યું હતુ. ત્યારે તેમના બંને ઓપનરો શૂન્ય પર પેવેલિયનમાં પાછા ફર્યા હતા. ત્યારપછી કેપ્ટન અસદવાળા અને અમિની વચ્ચે 81 રનની ભાગીદારી નોંધાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.