ટોકિયો ઓલિમ્પિક્સ પર કોરોનાના કારણે અનિશ્ચિતતાના વાદળ ઘેરાયા

Sports
Sports

ટોકિયો ઓલિમ્પિક્સના આયોજકો માટે તેની તૈયારીને માંડ છ મહિના બાકી રહ્યા છે.ત્યારે વિશ્વના ટોચના તબીબોનું માનવું છે કે હાલના સંજોગોમાં આટલી મોટી સ્પોર્ટ ઇવેન્ટ યોજવી ન જોઈએ.આમ આ ઓલિમ્પિક્સ આગામી ૨૩ જુલાઈથી શરૂ થવાની છે,પરંતુ જાપાનમાં ઓલિમ્પિક્સના આયોજન સામેનો જાહેર વિરોધ વધી રહ્યો છે.તેના લીધે આયોજકો પર દબાણ પણ વધ્યું છે.

આમ જાપાન પર કોરોનાની ખાસ કઈ અસર થઈ નથી,પરંતુ ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા બીજા અગ્રણી દેશો તેનો ભોગ બન્યા છે.ટોકિયોમાં યોજાનારી ઓલિમ્પિક્સ અને પેરા ઓલિમ્પિક્સમાં ૧૫,૦૦૦થી વધારે એથ્લેટ્સની સાથે તેનો સપોર્ટિંગ સ્ટાફ આવશે.આમ આયોજકોએ અનોખા પડકારનો સામનો કરવો પડશે.આમ આયોજકો માટે આ ગેમ્સને હવે વધુ એક વર્ષ મુલતવી રાખવી શક્ય નથી.તેઓએ તેને પૂરેપૂરી રદ કરવી પડે અથવા તો તેના માટે જબરજસ્ત આગોતરુ આયોજન કરવુ પડે. અત્યારના તબક્કે તો તેઓ જાપાન આવનારા એથ્લીટોને તેને રસી લગાવવાની કોઈપણ પ્રકારની શરતનું આયોજન ધરાવતા નથી.હવે જો રદ કરવામાં આવે તો આયોજકોને સીધો ૧૫ અબજ ડોલરનો ફટકો પડી શકે તેમ છે.

આમ ટોકિયોની ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ હેલ્થ એન્ડ વેલફેરના પ્રાધ્યાપક કોજી વાડાએ જણાવ્યું હતું કે વિવિધ દેશોમાં વિવિધ સમયે કોવિડ સામે રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયો છે.આથી ઓલિમ્પિક્સ યોજવાની દિશામાં આગળ વધવાનો આધાર ફક્ત જાપાન જ નહી પરંતુ કોવિડનો ભોગ બનેલા દેશોની સ્થિતિ પર પણ છે.

ઓલિમ્પિક્સ યોજાય તો એકબીજા સાથે ગાઢ સંપર્કમાઁ આવતી શારીરિક રમતો જેવી કે રેસલિંગ કે જુડોમાં વધારે ટેસ્ટિંગની જરૂર પડશે.કદાચ પૂર્ણ કક્ષાની ઓલિમ્પિક્સ ન પણ રમાય,જે સામાન્ય રીતે રમાતી હોય છે.આ સિવાય કેટલા પ્રેક્ષકો આવવા દેવા તે અંગે પણ ફેબુ્આરી કે માર્ચના અંત સુધીમાં નિર્ણય લેવો પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.