નોવાક જોકોવિચે 10મી વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતી ઈતિહાસ રચ્યો

Sports
Sports

જોકોવિચે ગ્રીસના ટેનિસ પ્લેયર સ્ટેફનોસને મેલબર્ન ફાઈનલમાં હરાવી ઓસ્ટ્રેલિયન ઓપન પોતાના નામે કર્યું છે.જેમાં જોકોવિચે મેચની શરૂઆત જોશમાં કરી બીજા સેટમાં જીત નોધાવી હતી.જેમાં તેણે સ્ટેફ્નોસને 6-3,7-6(7-4),7-6(7-5)થી હરાવી મેલબર્નમાં જીત મેળવી હતી.આ સાથે જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી સ્પેનના રાફેલ નડાલની બરાબર પહોંચી ગયો છે.આમ સર્બિયન ખેલાડી જોકોવિચે તેનું 22મું ગ્રાંડસ્લેમ ટાઇટલ અને 10મુ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું છે.જોકોવિચ વર્ષ 2018થી અત્યારસુધી એકપણ વાર ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં હાર્યો નથી.આમ તેણે અત્યારસુધી મેલબર્નમાં 28 મેચો રમી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.