નેશનલ ગેમ્સ શૂટિંગમાં ગુજરાતની ઈલાવેનિલ ૧૦ મીટર એર રાઈફલની ફાઈનલમાં પ્રવેશી

Sports
Sports

નેશનલ ગેમ્સની શૂટિંગની ઈવેન્ટમાં આવતીકાલે ત્રણ ગોલ્ડમેડલ દાવ પર લાગશે.જેમાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય શૂટર ઈલાવેનિલ વાલારિવન મહિલાઓની ૧૦ મીટર એરરાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશી છે.આ સિવાય મેન્સ ૧૦ મીટર એર રાઈફલમાં ગુજરાતનો કોઈ શૂટર ફાઈનલ સુધી પહોંચી શક્યો નહતો,જ્યારે ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલની મેન્સ ઈવેન્ટમાં ગુજરાતનો ઋષિરાજ બારોટ સ્પર્ધામાં સામેલ છે.ત્યારે અમદાવાદના ખાનપુર ખાતેની રાઈફલ કલબમાં શરૂ થયેલી શૂટિંગની વિમેન્સ ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ૧૬માંથી ૮ શૂટરો ફાઈનલમાં પ્રવેશી હતી. જેમાં કર્ણાટકની તિલોત્તમા સેન ૬૩૩.૬ના સ્કોર સાથે ટોચ પર રહી હતી,જ્યારે ઓડિશાની શ્રીયંકા સાદાન્ગી ૬૨૯.૩ પોઈન્ટ સાથે બીજા અને કર્ણાટકની યુક્તિ રાજેન્દ્ર (૬૨૯.૩) ત્રીજા ક્રમે રહી હતી.હરિયાણાની નેન્સીને ચોથું અને ગુજરાતની ઈલાવેનિલને પાંચમું સ્થાન મળ્યું હતુ.જ્યારે મેન્સ ૧૦મીટર એર રાઈફલ ઈવેન્ટમાં તમિલનાડુના કાર્તિક રાજે ૬૩૨.૨ના સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતુ.જ્યારે મધ્યપ્રદેશનો ઐશ્વર્ય તોમર બીજા ક્રમે રહ્યો હતો.આ સિવાય ગુજરાતનો વિકાસ પ્રજાપતિ ૬૨૩.૫ના સ્કોર ૧૨માં સ્થાને રહેતા ફાઇનલમાં પ્રવેશ્યો નહતો.ઓલિમ્પિક સિલ્વર મેડાલીસ્ટ વિજય કુમાર ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઈવેન્ટમાં સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે.આ ઈવેન્ટનો બીજો રાઉન્ડ આવતીકાલે યોજાશે અને ત્યારબાદ ફાઈનલ રમાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.