
નાગપુર ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી જોસ હેજલવૂડ બહાર થયો
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ફટકો લાગ્યો છે.જેમા ટીમના ઝડપી બોલર ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે.આમ ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ આગામી 9 ફેબ્રુઆરીએ નાગપુરના વીસીએ સ્ટેડિયમમાં રમાશે.ત્યારે આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાનો ખેલાડી જોસ હેજલવૂડ ઈજાના કારણે બહાર થઇ ગયો છે.હેજલવૂડના બહાર થવાથી ઓસ્ટ્રેલિયન ટીમને મોટું નુકશાન થયું છે. હેજલવૂડને ઈજા થવાથી તેની જગ્યાએ સ્કોટ બોલૈન્ડને ટેસ્ટ મેચમાં સામેલ કરવામાં આવી શકે છે.હેજલવૂડ પહેલા કૈમરોન ગ્રીન અને મિચેલ સ્ટાર્ક પહેલાથી જ ટીમથી બહાર થઈ ગયા છે.
પ્રથમ બે ટેસ્ટની ભારતીય ટીમ-રોહિત શર્મા (કેપ્ટન),કે.એલ રાહુલ,શુભમન ગિલ,ચેતેશ્વર પુજારા,વિરાટ કોહલી,શ્રેયસ ઐયર,કે.એસ ભરત,ઈશાન કિશન,રવિ અશ્વિન,અક્ષર પટેલ,કુલદીપ યાદવ,રવિન્દ્ર જાડેજા,મોહમ્મદ શમી,મોહમ્મદ સિરાજ,ઉમેશ યાદવ,જયદેવ ઉનડકટ અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય સામેની ટેસ્ટ સીરીઝ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમ-પેટ કમિન્સ (કેપ્ટન),એશ્ટન અગર,સ્કોટ બોલૈન્ડ,એલેક્સ કેરી,કેમેરોન ગ્રીન,પીટર હેન્ડ્સકોમ્બ,જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ,ઉસ્માન ખ્વાજા,માર્નસ લાબુશેન,નાથન લિયોન,લાન્સ મોરિસ,ટોડ મર્ફી,મેથ્યુ રેનશો,સ્ટીવ સ્મિથ (વાઈસ કેપ્ટન),મિચેલ સ્ટાર્ક,મિચેલ સ્વેપ્સન અને ડેવિડ વોર્નરનો સમાવેશ કરવામાં આવ્યો છે.