
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નઈ પહોંચી, કેપ્ટન હિટમેને શેર કર્યો વીડિયો
ચેન્નઈ,
IPL શરૂઆત ૯ એપ્રિલથી થઈ રહી છે. પહેલી મેચમાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નઈ પહોંચી ગઈ છે. બંને ટીમ વચ્ચે ૯ એપ્રિલે એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલી મેચ રમાશે. આ વખતે એવી રીતે આયોજન કરાયું છે કે કોઈ પણ ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં મેચ નહીં રમી શકે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ એક વીડિયોમાં કહ્યું કે, નમસ્તે ચેન્નઈ, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અહીં આવી ગઈ છે. હિટમેને આ વીડિયો મુંબઈ ઈન્ડિયન્સના ટિ્વટર હેન્ડલ પર શેર કર્યો હતો. મહત્વનું છે કે, મુંબઈ ઈન્ડિયન્સ ૈંઁન્ની સૌથી સફળ ટીમ છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમે ૫ વાર ફાઈનલ જીતી છે. આ વખતે પણ ટીમમાં ખૂબ જ જાેરદાર ખેલાડીઓ છે. ગયા વર્ષે પણ આ ટીમ જ ફાઈનલ મેચ જીતી હતી.