મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓએ મરાઠી ગીત પર કર્યો ડાન્સ

Sports
Sports

ન્યુ દિલ્હી,
આઇપીએલની આગામી ૧૪મી સિઝન ૯મી એપ્રિલથી શરૂ થઇ રહી છે. મેચો પહેલા જ ખેલાડીઓ મસ્તી સાથે એન્જૉય કરી રહ્યાં છે. આઇપીએલની પહેલી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે રમાવવાની છે. આ મેચને લઇને ખેલાડીઓમાં જબરદસ્ત ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આઇપીએલના એક્સાઇટમેન્ટમાં કોઇ ખેલાડી સો.મીડિયા પર મેચના પ્રેક્ટિસના વીડિયો નાંખી રહ્યાં તો વળી કોઇ ગીત અને ડાન્સ મસ્તીના. હવે સો.મીડિયા પર મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓનો જબરદસ્ત ડાન્સ વીડિયો વાયરલ થયો છે, ખાસ વાત છે કે આ વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે અને ટીમના સાથે ખેલાડીઓ પણ સ્ટેપ મીલાવી રહ્યાં છે.
આ વીડિયોમાં રોહિત શર્મા (હિટમેન) મરાઠી ગીત પર ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. રોહિતનો આ વીડિયો મુંબઇ ઇન્ડિયન્સે પોતાના ઇન્સ્ટા હેન્ડલ પરથી શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. તેના ફોલોઅર્સ પણ આ વીડિયો પર જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે. લાખોની સંખ્યા લાઇક્સ અને હજારોની સંખ્યમાં કૉમેન્ટ મળી છે.
વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા સાથે આખી ટીમના ખેલાડીઓ નાચી રહ્યાં છે, આ એક મરાઠી ગીત છે. વીડિયોમાં રોહિત શર્મા પહેલીવાર આ રીતે ડાન્સ કરતો દેખાયો છે. રોહિતની સાથે સૂર્યકુમાર યાદવ, પંડ્યા બ્રધર્સ અને બુમરાહ નાચતા દેખાઇ રહ્યાં છે.
રોહિત શર્મા આઇપીએલમાં સૌથી સક્સેસ કેપ્ટન રહ્યો છે. હિટમેનની કેપ્ટનશીપમાં મુંબઇએ અત્યાર સુધી ૫ વાર આઇપીએલનો ખિતાબ જીત્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.